________________
ખંડ પહેલો-પ્રકરણ ૩
પ્રકરણ ત્રોનું
ભરત રાજા અને બાહબલી,
અગાડી જણાવવામાં આવ્યું છે કે રૂષભદેવને ૧૦૦ પુત્ર હતા. ને તેમાં ભરત અને બાહુબળી એ બે મુખ્ય હતા. રૂષભદેવે દરેક પુત્રને જુદા જુદા દેશો વહેંચી આપ્યા હતા, જ્યાં તેઓ સલાહ સંપમાં રાજ્ય કરતા હતા.
ભરત મહારાજાને દેખાવ આંખને આનંદ આપનાર ચંદ્ર જેવો હતોજયારે તેમના પ્રતાપથી સૂર્યનું તેજ પણ ઝાંખુ દેખાતું હતું, તેમના હૃદયના વિચારે જાણવા એ કામ અતિ મુશ્કેલ હતું. લાખે માણસ ઉપર તેમને હુકમ ચાલતા હતા, તેમની આયુધશાળામાં ચક્ર, છત્ર, ખગ, દંડ, કાંકીણી રત્ન, ચર્મરત્ન, મણિરત્ન, અને નવ નિધિઓ હતાં. તેમની સ્લા માટે સેળ હજાર પારિપક્વક દેવતાઓ તેમની આસપાસ રહેતા તેમના હાથ નીચે ૩ર૦૦૦ રાજાઓ હાથ જોડી ઉભા રહી તેમની આજ્ઞા માથે ચઢાવતા; તેમના સૈન્યમાં ૮૪ લાખ ઘેડા, ૮૪ લાખ રથ અને ૯૬ કોટી પાયદળ લશ્કર હતું, તેમના હાથ નીચે જુદા જુદા ૩ર૦૦૦ દેશ હતા, અને તેમાં બધાં મળી ૭૨૦૦૦ મોટા શહેરો હતાં અને તેમાંથી ૪૮૦૦૦ શહેર કિલ્લાબંધી હતાં. ભરત રાજાની જાહેરજલાલી અને ઐશ્વર્ય હદ વિનાનાં હતાં અને તેમની આટલી બધી મટાઈના સબબે સૈ કોઈ તેમના તાબેદાર હતા.
૯૮ ભાઈઓની દિક્ષા.
પિતાની બહેન સુંદરીને દિક્ષા આપી ભરત મહારાજ અયોધ્યા પધાર્યા, તે વખતે જુદા જુદા સામતિએ, અમીરે, રાજાઓએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com