________________
ખંડ પહેલો-પ્રકરણ ૩.
છે તે હું સહન કરીશ ! ભલે લોકો મને તે કારણે અશક્ત અને નબળો કહે, પણ મને ખાત્રી છે કે દુનિયામાં સર્વે વસ્તુઓ ધનથી મેળવી શકાય એમ છે, પણ આવા પરાક્રમી ભાઇ કદી પણ મળી શકશે નહીં.”
ભરત રાજાનાં વચન એક ભાઈને છાજતાં અને એક પ્રાકમી નરને ભાન આપનાર અને સત્યની કદર બુજનાર હતા. તેમનું દરેકે દરેક વચન સત્યની કદર બુજનાર હતું. તેમનું દરેકે દરેક વચન સત્યથી ભરપુર અને કોઈ પણ માણસને સારે દાખલે બેસાડનારું હતું. પણ દુનિયા જુદી જ રીતે ચાલે છે-દુનિયામાં હંમેશાં સત્ય કરતાં અસત્યજ જ્યાં ત્યાં વધુ જોવામાં આવે છે–સસલાને કચડી નાખનાર હાથી બહુજ બહાદુર કહેવાય છે–દુનિયામાં હજારોની લાંચ ખાનાર, ગરીબોને કનડનાર, રાંડીરાંડના પૈસા ખાનાર, આ પણે માન પામતા જોઈએ છીએ-સત્યતાથી વર્તનાર આપણે ઘણી વખત દુઃખી થતો જોઈએ છીએ, સત્યતાનું જે કેટલીક વખત અસત્યતાના હુમલા આગળ ટકતું નથી જ, તે આપણે અનુભવીએ છી. એ-અન્ન અને દાંતને વેર છતાં પોતાનું સત્ય જાળવનાર માણસની આપણે હાંસી થતી જોઈએ છીએ-સારે કે માઠે રસ્તે પોતાની જાહેજલાલી અને ઐશ્વર્યતામાં વધારો કરનાર પૂજાય છે-ગરીબ પણ સત્યવાન કરતાં પિસાદાર અને અનીતિવાન હજારે દોસ્ત અને કબીલે મેળવવા શક્તિવાન થાય છે-સાધારણ માણસોમાં જયારે આમ માલમ પડે છે, ત્યારે રાજાઓની દરબારમાં પણ એવા જ માણસ નજરે પડે એમાં શું નવાઈ ? દુનિયાની માયા હમેશાં ટકશે ને કદી નાશ નહીં થશે એવું તેઓ માનીને
ટાં કર્મો કરે તેમાં શું નવાઈ ? આજની ચડતીમાં કાલની પડતીનો વિચાર ન આવે તેમાં શું નવાઈ ! ભરતરાજ જેવા બળવાન રાજાના મિત્રો, પ્રધાન અને સેનાપતિઓ પણ પોતાના રાજયલોભમાં વધારો કરે ને ગમે તે ભોગે પોતાના લાભને પણ વધારો કરે, તેમાં શું નવાઈ ? ભરત રાજાએ છ ખંડ સાંધ્યા પણ પિતાના ભાઈને નમાવ્યો નહિ, તે રાજાની સાથે પ્રજની પણ આબરૂ જાય એમ ધારી તેઓ રાજાને ચઢાવી, ભાઇઓ ભાઈને લડાવી, પોતાનો લાભ સાચવે, તેમાં શું નવાઈ?
બાહુબળીએ ભરત રાજાનું અપમાન કર્યું હતું, તે મોટું અપમાન હતું એમ કહી, ભરત રાજાના સેનાપતિ સુષેણે તેમને સમજાવ્યા ને રાજા, વાજાં ને વાંદરા” એ કહેવત થોડે વખતમાં ખરી પડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com