________________
દુનિયાને સાથી પ્રાચિન ધ. ભરતને હું કેમ ભજુ ? હે દેવતાઓ! તમે બરાબર ન્યાયથી વિચારે ને કહે કે મારે શું વાંક છે ? ક્ષત્રીઓને પરાક્રમથી વશ કરવા જોઈએ અને તેમજ ભરત કરે તો કરવા તૈયાર છું ! જે તેમ ન બને તો તે કુશળ પણે ચાલ્યો જશે તે હું તેને હરકત કરીશ નહીં ! શું હું એને આપેલું રાજ્ય લઉં ? શું કેસરીસિંહ કદી પણ ભીખ માગે છે ? તેણે સાઠહજાર વર્ષમાં ૬ ખંડ જીત્યા પણ હું તો એક પલકમાં તે જીતી શકે એમ છું. તે છતાં અને બીજાનું કાંઈ પણ જોઇતું જ નથી. દેવતાઓ ! આમાં મારો વાંક નથી માટે તમે જઇને ભરતને વારો!”
લડાઈને બદલે સલાહને સંભવ નહીં હોવાથી અંતે એમ નકકી કરવામાં આવ્યું કે સૌથી ઉત્તમ યુદ્ધ કરવું કે જેથી માણસેની મોટી સંખ્યા અકાળે મૃત્યુ પામે નહીં. બંને ભાઈઓએ તેમ કરવા કબુલ કરતાં બંને તરફનાં લશ્કરને પાછાં વાળવામાં આવ્યાં ને બન્ને ભાઈઓ પિત પિતાની શક્તિ બતાવવા બહાર પડ્યા.
ઉત્તમ યુદ્ધ
0
પ્રથમ એમ નકકી કરવામાં આવ્યું કે આંખેથી યુદ્ધ કરવું ! બંને ભાઈઓ ઉઘાડી આંખે એકી નજરે એક બીજાને જોવા લાગ્યા ! આ વખત બંને ભાઈઓ સાંજના સમયે સૂર્ય ચંદ્ર માફક શોભતા હતા ! ધ્યાન કરનાર યોગીઓ માફક નિશ્ચળ આબેએ બંને વીરોએ સ્થિર નજરે જોયું. પણ અંતે ભરત રાજાની આંખો મીંચાઈ જવા લાગી, ને આંખમાંથી પાણીની ધારા વહેવી શરૂ થઈ. ૬૦ હજાર વર્ષ સુધી પૃથ્વી જીતનાર ભરત રાજા દષ્ટિ યુદ્ધમાં હાર્યા અને બાહુબળીને બધાએ વધાવી લીધું.
આ પછી બીજું વાણી યુદ્ધ કરવાનું નકકી થયું. ભરત રાજાએ સિંહ નાદ કર્યો, પણ બાહુબળીએ તેથી વધારે મોટો સિંહનાદ કર્યો; બાહુબળીને સિંહનાદ સાંભળીને ભરત રાજાએ ફરીને વધુ મોટો સિંહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com