________________
દુનિયાનો સૌથી પ્રાચિન ધર્મ.
૬૭
દુનિયાની ગાળ ખાવાના કારણ રૂપ થઇ પડીશ! એથી વધુ મારો રત્ન૨૫ ભાઈ હંમેશને માટે જશે ! હવે શું કરું? પૃથ્વી પર પડતાં જો તેને હું ઝીલી લઉં તોજ તેનો જાન બચે અને તે જ મારા ભાઈનું મુખ ફરીથી હસતું હું જોઈ શકીશ.” આવો વિચાર કરતાં જ બાહુબળાએ પિતાની બંને બાહુઓ શવ્યા માફક પ્રસારી અને ઉંચે જેવા લાગે, જાણે ઉડવાને આતુર હોય તેમ પગના અગ્ર ભાગ ઉપર ઉભા રહી તેણે પોતાના પ્રિય ભાઈ ભરતરાજાને ઝીલી લીધા. બંને સેનામાં હર્ષ થઈ રહો અને ભાઇનું રક્ષણ કરવાના બાહુબળી રાજાના વિવેકથી, ઉભા રહેલા લોકોમાંથી તેના શીલગુણ અને પરાક્રમ માટે “વાહ વાહ' ના પોકારે સંભળાયા.
વીરત્વ!
આટલું છતાં પણ પિતાના ઉપકારથી મદાંધ ન થતાં બાહુબળી નમ્ર મુખે ભરતરાજાને કહેવા લાગ્યા, “હે ભાઈ ! હે જગતપતિ ! હે મહાવીર ! તમે દુઃખી ન થાઓ, તમે ખેદ ન કરેઃ કદાચિત દૈવયોગે મેં તમને બાહુયુદ્ધમાં જીત્યા હોય, એમ નથી ધારત. હજુ તમે એક વીરજ છે કેમકે દેવતાઓએ મંથન કર્યા છતાં પણ સમુદ્ર તે સમુદ્રજ કહેવાય છે ને તે કાંઈ વાપિકા નથી થઈ જતો. હજી આપણા વિરત્વની વધુ તપાસ કરવાની જરૂર છે અને તે માટે તૈયાર થાઓ.”
બાહુબળીને વિરત્વ માટે તેની જેટલી પ્રશંસા કરીએ તેટલી થોડી છે. પિતાના બળ માટે તેને જરા પણ અહકાર વ્યાપે નહીં. અને પિતાના ભાઈ પર વિજય કર્યો છતાં તેને જરા પણ મદ ઉપન્યો નહિ, એ માટે તેને જેટલો ધન્યવાદ આપીએ તેટલો થોડો છે. દુનિયામાં ઠેર ઠેર એવા માણસો નજરે પડે છે, કે જેઓ બીજાના દુઃખથી પોતાને આનંદ થત માની, તેના દુઃખની મજાક કરે છે અને પોતે સુખમાં છે તેથી પિતે સારા કર્મને ભોગી છે એમ ગણી, બીજાને પાપી ગણી તેની મશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com