________________
ખંડ પહેલ-પ્રકરણ ૩
કરી કરે છે; એથી વધી તે તે માણસને વધુ દુઃખી કરવા પ્રયત્નો કરે છે, અને જ્યારે પોતાના પ્રયત્નોના પરિણામે તેઓ વધુ દુઃખી થાયછે, ત્યારે પોતે કેવી મોટી બહાદુરી મારી હય, તેમ પિતાના બળની પ્રશંસા પોતાના જ મુખે બીજા આગળ કરે છે; પણ વીર બાહુબળી તે એક ખરો વીરજ-વીરત્વથી ભરપુર–એક શુરવીર મરદ હતો. પોતાના હાથથી હારેલા શત્રુરૂપ પોતાના ભાઈને ઝીલી લઈ, જીવતદાન આપ્યા છતાં તેને જરા પણ મદ ઉપજ નહિ અને તેથી ઉલટું તેના પર પ્રેમ બતાવી તેને બીજા યુદ્ધ સારે તૈયાર થવા જણાવ્યું. એ માટે બાહુબળી રાજાના બાહુ બળ અને વીર્યબળને કોઈ પણ માણસ વખાણ્યા વગર રહેશે જ નહીં!
દુનિયામાં આવા રાજાઓની –આવા ભાઈઓની –આવા પિતાએની, અને આવા માણસની જરૂર છે. હમણાની દુનિયામાં આવે ધણજ થોડા દાખલાઓ નજરે પડશે અને તે માટે આપણે જેટલે શોક કરીએ તેટલ શેડ છે.
મુષ્ટિ યુદ્ધ
–
– વિનયવાન બાહુબળીના વેણનો સારો અર્થ ન લેતાં, માન ભંગ થયેલા ભરતરાજાએ, પોતાના કનિષ્ટ બ્રાતા ઉપર વેર લેવાનો વિચાર કરી, તેની સામે દેડી પોતાની મુષ્ટિ વડે તેની છાતીમાં પ્રહાર કર્યો. અસતુ પાત્રમાં દાનની માફક, ચાડીયાને સત્કાર કરવા માફક, અને ખારી જમીનમાં મેદવૃષ્ટિ મારક, તે મુષ્ટિ પ્રહાર વ્યર્થ છે.
તરતજ બાહુબળી પણ તૈયાર થયા અને મહાવત જેમ હસ્તીના કુંભસ્થળમાં અંકુશ વડે પ્રહાર કરે તેમ, પિતાને મુષ્ટિથી ચક્રીના ઉરસ્થળમાં પ્રહાર કર્યો. આ વખતે પણું બાહુબળીનું જોર વિશેષ હતું, એમ સાબિત થયું કેમકે ભરતરાજા બાહુબળીને મુષ્ટિ પ્રહારથી વિહળ થઈ મુછ પામી પૃથ્વી ઉપર ઢળી પડયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com