________________
દુનિયાને સાથી પ્રાચિન ધર્મ..
૫૩
'ઉપર પડી. તેણીનું શરીર કૃશ થઈ ગયું હતું -તેણીની જુવાની કરમાઈ ગઈ હતી તેણીનું રૂપ લાવણ્ય નાશ પામ્યું હતું અને ગાલ ફીકી પડી ગયા હતા. આવી સુંદરીની હાલત જોઈ ભરત મહારાજ ગુસ્સે થયા અને અધિકારીઓને સુંદરીની આવી હાલતનું કારણ પુછયું. તેઓએ કહ્યું, “ મહારાજ ! આમાં અમે ઠપકાને પાત્ર નથી; આપનાં બહેન કેટલાક વખત થયાં આંબીલ તપ કરે છે અને તેથી તેમનું શરીર આવું થયું છે. એમને દિક્ષા લેવાની મરજી છે ને તમારી આજ્ઞાની રાહ જુએ છે.”
આ સાંભળી ભરતરાજા બોલ્યા, "મારા પિતાજીએ દિક્ષા લઈ આ ભવને પરભવ કરવાનો રસ્તે લીધો પણ હું તો દુનિયાં અને રાજના મેહમાં લપટાઈ રહયો છું. આયુષ્ય સમુદ્રના પરપોટા જેવું નાશવંત છે, એમ છતાં વિષય લુબ્ધ પુરૂષે તે સમજતા નથી. માંસ, વિષ્ટા, મળમૂત્રને પરસેવાવાળું આ રોગી શરીર શણગારવું, તે ઘરના ખાળને શણગારવા જેવું છે.” એમ કહી મહારાજાએ સુંદરીને દિક્ષા લેવા આજ્ઞા આપી, તેણીએ ઉજવળ વસ્ત્ર અને ઉત્તમ રત્નાલંકાર ધારણ કર્યા અને પ્રભુ હતા ત્યાં ગઈ; અને પ્રભુને જોઈ તેણી ખુશી થઈ, પછી હર્ષ અને વિનયવડે પિતાના શરીરને સંકેચી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઇ, પંચાગે ભૂમિને સ્પર્શ કરી નમસ્કાર કરતાં બેલી, “હે જગતપતિ ! આ મૃગ તૃષ્ણ જેવા મિથ્થા સુખવાળા સંસારરૂપી મરૂ દેશમાં અમૃતના કહ જેવા તમે મહાપુન્ય પ્રાપ્ત થયા છે ! હે પ્રભુ ! મારી બેન બ્રાહી અને મારા ભત્રીજાઓ વગેરે સર્વેએ દિક્ષા લઈ મોક્ષ મેળવવાને રસ્તે ગ્રહણ કર્યો છે! હવે મને પણ તે રસ્તો દેખાડે ! હે વિશ્વ તારક! મને પણ તારો, અને સંસાર સમુદ્રમાંથી તરવા રૂ૫ દિક્ષા મને આપે” પ્રભુ સુંદ. રીનાં વચનથી આનંદ પામ્યા અને તેણીને દિક્ષા આપી. ભરત તે વખતે ત્યાં હતા પણ સુંદરીની દિક્ષા પછી અયોધ્યા ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com