________________
૩૬
ખંડ પહેલો-પ્રકરણર
ઇન્સાફ કરવાનું કામ તેમને જ સોંપવામાં આવતું. ગુનહેગાર યુગલીયાઓને વિમળવાહન પાસે લાવવામાં આવતા, અને તેમને તે કહેતા કે “ હા ” તમે આ શું કર્યું ? ત્યારથી “હા” કારની દંડ નીતિ પ્રવર્તી, અને અહીંથી જ ‘હા’ શબ્દથી કાયદાની ઉત્પત્તિ થઈ. આ વખતે એટલે જ કાયદો હતો કે “હા” તમે આ શું કર્યું? ” જે કહેવાથી ગુન્હેગાર ફરીથી કદીપણ ગુન્હ કરતા નહેતા.
વિમળવાહને કેટલાક કાળ ન્યાયાધીશ પદવી ભગવ્યા પછી તેમના પુત્ર અક્ષમ્માનને એ પદ આપવામાં આવ્યું. તેમના વખતમાં પણ ફકત ‘હા’ કારનો દંડ હતો.
તેમના પછી તેમના પુત્ર યશસ્વાન અને યશસ્વાન પછી અભિચંદ્ર થયા. આ વખતમાં છેડે ફેરફાર થયો. આગલા કુલકરોના વખતમાં ફક્ત “હા” કારની દંડનીતિ હતી. હવેના મનુષ્યની પ્રકૃતિમાં ફેરફાર થવાથી, બે રીતના દંડની પ્રવૃત્તિ ચાલી.
(૧) આગલને જ “હા” કાર દડ એટલે કે “તેં આ શું કર્યું ?”
(૨) ને “મ” કાર દંડ એટલે કે તારે આ કામ ન કરવું.
આ દંડ જે માણસને ગુનો મોટો હોય તેને કરવામાં આવતા ત્યાર પછી છેલા ત્રણ કુલકર, પ્રશ્રેણી, મરૂદેવ, તથા નાભિ થયા. તેમના વખતમાં ઉપલી બે દંડનીતિ શીવાય એક ત્રીજીને વધારે થયે. એ વખતે થોડા અપરાધીને હાકાર, મધ્યમ અપરાધીને મકાર, તથા મેટા અપરાધીને ધિક્કાર દંડ કરવામાં આવતો, એટલે કે મેટા અપરાધીને સર્વેથી વધારે શિક્ષા થતી. આ બાબતનું સ્પષ્ટિકરણ નીચેના ટેબલ ઉપરથી વધુ સારી રીતે સમજાશે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com