________________
૪૬
ખંડ પહેલે-પ્રકરણ - વિવાર અનેક કાર્યો સિદ્ધ થાય છે.
કેટલીક વખત કેટલીક કળા તથા લિપિ લુપ્ત થઈ જાય છે. અને પાછી પ્રગટ થાય છે. પરંતુ નવી કળા કે લિપિ કદી ઉત્પન્ન થતી નથી.
બ્રાહ્મીનું લગ્ન બાહુબળી સાથે રૂભદેવે તથા તેમની ભાર્યાએ કર્યું. તેજ પ્રમાણે સુંદરી ભરત જોડે પરણાવવામાં આવી. આ વખતથી માત પિતાએાને કન્યા પરણાવવાને વ્યવહાર ચાલુ થયો.
ઈશ્વર-જગતકતી વગેરે શબ્દોની ઉત્પત્તિ-સૃષ્ટિને કમ જે રીતે હમણું ચાલે છે, સંસારના જે કોઈ રીતરીવાજે ચાલે છે, જેવા કે લગ્ન કરવાં જેમાં ભાઈ બહેન અકેક સાથે પરણી નહિ શકે તે,ખાવાની અનેક તરેહની વિધિ અનેક તરેહનાં સુખનાં સાધન, અનેક તરેહની કળા, અનેક તરેહના હુન્નર, વગેરે સર્વે રૂષભદેવે બનાવ્યા. જે. કારણથી રૂષભદેવને લોકે ઈશ્વર, જગતકર્તા, આદીશ્વર (જે નામથી તો જૈનો ૨ષભદેવને પૂજે છે), યોગીશ્વર, જગદીશ્વર, બ્રહ્મા, યોગી, ભગવાન, અહંત, બુદ્ધ, સર્વથી મેટા, પરમાત્મા તીર્થંકર, ઇત્યાદિ નામ આપી માન આપતા; અને હમણાં જેમ નાના દેશી રાજ્યોમાં કે મોટી શહેનશાહતમાં, પિતાના રાજા કે શહેનશાહને અનેક તરેહનાં નામો જેવાં કે, કરણ જેવા દાતાર, ભીમ જેવા જેરવાન, અનેક શક્તિવાનો ધણી. પિતાતુલ્ય, વગેરે વિશેષણે લગાડવામાં આવે છે, તેમજ તે કાળમાં-રૂષભજનના કાળમાં–જે. કાળને લાખ વર્ષ થઈ ગયાં છે-તે વખતે રૂષભદેવને એવાં નામ આપી કે માન આપતા, અને તે કાળને રીવાજ હજી સુધી ચાલુ રહી, રાજાઓમાં તથા શહેનશાહને જે માન આપવામાં આવે છે તેમાં નજરે પડે છે. તેજ કાળમાં રૂષભદેવને લોકો ફુલ વગેરે ખુશાલીમાં આવીને આપતા, અને તેનું ચાલુ રૂપ, મોટા માણસને માન વખતે જે ફુલતરા, કલગી, વગેરે અપાતાં જોઈએ છીએ, તેમાં દેખાવ આપે છે.
જુદા જુદા દેશનાં નામ કેવી રીતે પડ્યાં?
માં રૂષભદેવજીએ ઘણાજ લાંબે વખત રાજ્ય કરી, નિદાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com