________________
દુનિયાને સાથી પ્રાચિન ધર્મ.
પ્રકરણ રજું.
-
:૦:
રૂષભદેવ યાને આદિનાથ
અવસર્પિણી કાળનો પ્રથમ આ ચાર કટાકોર સાગરોપમ પ્રમાણે છે; તે વખતે ભરતક્ષેત્રની ભૂમિ બહુજ સુંદર રમણિય, અને શોભાયમાન હતી, તે કાળની મનુષ્ય ભદ્રિક, સરળ સ્વભાવિ, થોડા રાગ દેવવાળા, ને થડા મોહ, કામ, ક્રોધાદિ યુક્ત હતા; તેઓનું સ્વરૂપ સુંદર તથા શરીર નિરોગી હતાં, તેઓને ખાવા પીવાની રીત આ કાળના મનુષ્યથી તદન જુદી જ હતી; તે લોકો રસોઈ કેમ કરવી, અનાજ કેમ ઉગાડવું, ભાજીપાલો કેમ ખેડવો વગેરે કાંઈ પણ જાણતા નહતા, પણ કલ્પ વૃક્ષથી પોતાનાં સુવા, પહેરવા, ખાવા, વગેરે સર્વ વ્યવહારીક કાર્ય કરી લેતા; તે વખતે હમણાની માફક સષ્ટિક્રમ ચાલતો નહોતો; હમણાં જેમ કોઈ કે સ્ત્રીને જોડ બચ્ચાં ઉત્પન્ન થાય છે તેમ તે વખતમાં એક પુત્ર ને એક પુત્રી, બેનું યુગલ–, જન્મતું હતું. જ્યારે બંને ભાઈ બહેન જોબનમાં આવતાં, ત્યારે હમણાની દુનિયાથી ઉલટી રીતે તે બંને ભાઈ બહેન સંસાર સુખ ભોગવતાં, અને તેઓને પણ તેજ માફક યુગલ પ્રસવલા, તેઓના શરીરની ઉંચાઈ ઘણી જ મોટી હતી, ને તેજ પ્રમાણમાં તેઓની શકિત તથા આયુષ્ય હતાં તેઓને ધર્મને ભાવ નહોત; જીવહિંસા, ચોરી, જુ હું બોલવું, વગેરે પાપ પણ બહુજ થોડાં બનતાં. તેઓ હમણાની મારક ઘર, બંગલા, કે વાડી બાંધી તેમાં નહિ રહેતાં, પણ વૃક્ષોમાંજ રહેતાં. દરેક વનસ્પતિ સ્વયમેવ ઉત્પન્ન થતી હતી, ને કોઈ પણ તેને ખાવામાં લેતું નહિ, કેમકે ખાવા પીવાની દરેક વસ્તુ કલ્પ વૃક્ષોથી મળતી હતી.
| ( જુઓ જંબુદ્વીપ પ્રાપ્તિ. ) એજ રીતે બીજો આ ત્રણ કોટાકોટ સાગરોપમનો હતો; તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com