________________
થઈ ગયા છે. આચાર્ય મહાપ્રજ્ઞએ હમણા જ આચારાંગ સૂત્ર પર સંસ્કૃતમાં ભાષ્યની રચના કરી છે. જે હિન્દી અનુવાદ અને પરિશિષ્ટની સાથે સન ૧૯૯૪ ઈ.સ.માં પ્રકાશિત થયા છે. આના પહેલા ભગવતી સૂત્ર પર ભાષ્યનો એક ભાગ પ્રકાશિત થઈ ગયો છે.
શ્વેતામ્બર મૂર્તિપૂજક સંસ્થાઓમાં આગમોદય સમિતિ સૂરત, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ અને હર્ષ પુષ્પામૃત ગ્રંથમાળા લાખાબાવલ (સૌરાષ્ટ્રોના નામ પ્રમુખ છે. આગમોદય સમિતિ સૂરતથી શ્રી સાગરાનંદસૂરિ દ્વારા સંપાદિત અઢાર આગમોનું સંસ્કૃત ટીકા સાથે પ્રકાશન થયું છે. હર્ષપુ પામૃત ગ્રંથમાળામાં આગમ સુધા-સિંધુ” નામથી ૪૫ આગમોના મૂળ પાઠનું સંકલન સંપાદન ૧૪ ભાગમાં થયું છે. આ જ પ્રમાણે શ્રી આનંદ સાગરજીના સંપાદનમાં આગમ રત્નમંજૂષાની અંદર બધા આગમ પ્રકાશિત થયા છે.
મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈથી લગભગ ૨૦ આગમોનું પ્રકાશન થઈ ગયો છે. અહિથી પ્રકાશિત આગમોને પાઠ નિર્ધારણની દૃષ્ટિથી સર્વાધિક મહત્ત્વ આપવામાં આવે છે. મુનિ શ્રી પુણ્યવિજયજી, મુનિ શ્રી જંબુવિજયજી, પં.શ્રી બેચરદાસજી દોસી, પં. શ્રી દલસુખભાઈ માલવણિયા આદિ પ્રમુખ વિધ્વાનોની સૂક્ષ્મક્ષિકાનો ઉપયોગ આ આગમોના સંપાદનમાં થયો છે. માટે આને વિદ્વતજગતમાં અધિક પ્રામાણિક માનવામાં આવે છે.
જૈન આગમો પર શોધકાર્ય પણ થયા છે અને વર્તમાનમાં ઘણા સ્થળે થઈ રહ્યા છે. અનેક વિશ્વવિદ્યાલયોમાં વિદ્વાનોએ આગમોનો આધાર લઈ પોતાના શોધપ્રબંધ લખ્યા છે તથા પી.એચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી છે. પરંતુ હાલ પણ આગમોના સંપાદન, સંશોધનની ઘણી જ આવશ્યકતા છે. ઉપસંહાર :
તત્ત્વજ્ઞાનની દિશામાં દ્રવ્યાનુયોગનું મહત્ત્વ અસંદિગ્ધ છે. દ્રવ્યાનુયોગનું આ પ્રકાશન તત્વજિજ્ઞાસુઓનો તો પથપ્રદર્શન કરશે જ. પરંતુ એકવીસમી સદીમાં થવાવાળા આગમ અનુશીલનને પણ એક દિશા પ્રદાન કરશે. આગમોમાં ઉપલબ્ધ પાઠભેદ અને સંક્ષિપ્તીકરણથી થવાવાળી કઠિનાઈનું નિવારણ કરવાની દિશામાં સમુચિત પ્રયાસને બળ મળે એવી આશા છે. દિગમ્બર અને શ્વેતામ્બરોના ભેદને ભૂલી જો સમસ્ત આગમોના અધ્યયનની રૂચી જાગૃત થાય તો જ મહત્ત્વનું કાર્ય થઈ શકે છે.'
આજે આવશ્યકતા છે આગમોના પ્રાણ સમજવાની તથા તેને હૃદયંગમ કરી જન-સમુદાય માટે ઉપયોગી એક પ્રેરણાદાયીરૂપમાં પ્રસ્તુત કરવાની. ભવિષ્યમાં અનુભવી સાધક વિદ્વાનો આની તરફ પોતાના ચરણ આગળ વધારશે. એવી પૂર્ણ આશા છે.
પ્રસ્તાવના લેખનમાં થયેલા વિલંબ માટે કૃપાશીલ ઉપાધ્યાય પ્રવર અનુયોગ પ્રવર્તક શ્રી કન્ધયાલાલજી મહારાજથી ક્ષમાપ્રાર્થી છું તથા પાઠકોની જ્ઞાનવૃદ્ધિ માટે મંગલ કામના કરું છું. તેના સુજાવ અને સદ્ભાવના માટે સદૈવ સ્વાગત છે.
ડૉ. ધર્મચંદ્ર જૈન સહાયક આચાર્ય, સંસ્કૃત વિભાગ જયનારાયણ વ્યાસ વિશ્વવિદ્યાલય
જોધપુર - ૩૮૨૦૧૦
40
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org