________________
આ જ સમયે ૧૮૭૯ ઈ.માં જર્મનીના હર્મન જૈકોબી દ્વારા સંપાદિત કલ્પસૂત્ર પ્રકાશિત થયું. ૧૮૮૨ ઈ.માં તેમનું સંપાદિત આચારાંગસૂત્ર સમક્ષ આવ્યું. જૈકોબીએ સેક્રિડ બુક્સ ઓફ ઈસ્ટર્ન સીરીજ”ના અંતર્ગત આચારાંગ, કલ્પસૂત્ર, સૂત્રકૃતાંગ અને ઉત્તરાધ્યયન સૂત્રના અંગ્રેજી અનુવાદ પ્રકાશિત કર્યા, ઘૂમને ઔપપાતિક અને આવશ્યક સૂત્રનું તથા સ્ટેન્થિલે જ્ઞાતાધર્મકથાનું સંપાદિત સંસ્કરણ પ્રકાશિત કર્યું. વાલ્ટર શુબ્રિગે ૧૯૧૦ ઈ.સ.માં આચારાંગસૂત્રનું રોમનલિપીમાં તથા ૧૯૨૪ ઈ.સ.માં દેવનાગરી લિપીમાં પ્રકાશન કર્યું. શુબિંગે સૂત્રકૃતાંગમાં કેટલાક અંશની સાથે આચારાંગનું જર્મનમાં અનુવાદ પણ કર્યું. તેના દ્વારા નિશીથસૂત્ર, બૃહત્કલ્પસૂત્ર, વ્યવહારસૂત્ર, દશવૈકાલિક સૂત્ર આદિનું પણ પ્રકાશન થયું. એ પ્રકારે વિદેશી વિદ્વાનોએ આગમોને કેટલો મહત્વ આપ્યો એથી જાણવા મળે છે કે વિદેશમાં આગમોના પ્રકાશનનો કાર્ય પ્રારંભ થયો પછી રોમન લિપીમાં પ્રકાશિત કેટલાક આગમોનું જૈન સાહિત્ય સંશોધક સમિતિ પૂનાએ દેવનાગરીમાં પરિવર્તન કર્યું.
આગમોના પ્રકાશનની દિશામાં સ્થાનકવાસી, મૂર્તિપૂજક તથા તેરાપંથી સંપ્રદાયનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આગમના મૂળપાઠવાળા સંસ્કરણો તો આજે અનેક પ્રકારના ઉપલબ્ધ છે, પરંતુ આ આગમોના હિન્દી અને ગુજરાતીમાં અનુવાદ પણ પ્રકાશિત થયા છે. આગમો પર સંસ્કૃત ટીકાનું નિર્માણ પણ થયું છે.
સ્થાનકવાસી પરંપરામાં આચાર્ય શ્રી અમોલકઋષિજી મહારાજ, આચાર્યશ્રી ઘાસીલાલજી મહારાજ, શ્રી ફુલચંદજી મહારાજ "પુષ્ક ભિખુ”, આચાર્ય શ્રી આત્મારામજી મહારાજ, આચાર્ય શ્રી હસ્તીમલજી મહારાજ વગેરે સંતોનું આ દિશામાં ઉલ્લેખનીય યોગદાન રહ્યું છે. આચાર્યશ્રી અમોલકઋષીજી મહારાજે સ્થાનકવાસી પરંપરાને માન્ય આગમોનું હિન્દીમાં અનુવાદ કર્યું. જેનું પ્રકાશન લાલા સુખદેવસહાય જ્વાલાપ્રસાદ હૈદ્રાબાદે કર્યું અને પુનરાવૃત્તિ અમોલ જ્ઞાનાલય ધુલિયાએ કર્યું. આચાર્યશ્રી ઘાસીલાલજી મહારાજે ૩૨ આગમો પર સંસ્કૃત ટીકાનું નિર્માણ કર્યું તથા તેનું હિન્દી અને ગુજરાતી અનુવાદ કર્યા. જેનું પ્રકાશન અ.ભા.શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધારક સમિતિ, અમદાવાદથી થયું. શ્રી પુફભિખુજીએ ૩૨ આગમોના મૂળ પાઠનું સંક્ષિપ્ત સંસ્કરણ તૈયાર કર્યું. જે બે ભાગોમાં સૂત્રાગમ પ્રકાશન સમિતિ, ગુડગાંવથી પ્રકાશિત થયું. આચાર્યશ્રી આત્મારામજી મહારાજે ૧૯ આગમોનું હિન્દી અનુવાદ વિવેચન સહિત કર્યું હતું. જે આચાર્ય આત્મારામ જૈન પ્રકાશન સમિતિ લુધિયાનાથી પ્રકાશિત થયું. આચાર્ય શ્રી હસ્તીમલજી મહારાજે નંદીસુત્ર પર સંસ્કૃત ટીકાનું નિર્માણ કર્યું. પ્રશ્નવ્યાકરણ અને બૃહત્કલ્પસૂત્રનું હિન્દી અનુવાદ અને વિવેચન પ્રસ્તુત કર્યું. જે વિભિન્ન સ્થાનોથી પ્રકાશિત થયા. અંતગડદશાસૂત્રની સંસ્કૃત છાયા શબ્દાર્થ અને હિન્દી અનુવાદ તૈયાર કર્યું. જે સમ્યગુજ્ઞાન પ્રચારક મંડળ, જયપુરથી પ્રકાશિત થયું. ઉત્તરાધ્યયનસૂત્ર અને દશવૈકાલિકસૂત્રનું હિન્દી પદ્યાનુવાદની સાથે પ્રસ્તુતિ કરીને પણ આચાર્ય હસ્તીમલજી મહારાજે આગમ સાહિત્યની સેવા કરી.
ઉપાધ્યાય શ્રી કલૈયાલાલજી મહારાજે પણ ૧૫ આગમોના મૂળપાઠ ગુટકા સંસ્કરણ પ્રકાશિત કરાવ્યા તેમજ સ્થાનાંગ, સમવાયાંગ, ૪ છેદ સૂત્રના સંપાદન પ્રકાશનમાં સારી જહેમત ઉઠાવી.
અ.ભા.સાધુમાર્ગે જૈનસંસ્કૃતી રક્ષક સંઘ, સૈલાનાએ મૂળ આગમોનું અંગપવિઠ્ઠ અને અનંગ પડિકના રૂપમાં ૩૨ આગમોનું પ્રકાશન કર્યું. ભગવતી સૂત્રનું હિન્દી અનુવાદની સાથે સાત ભાગોમાં પણ આ સંસ્થાએ પ્રકાશન કર્યું. બીજા પણ ઘણા આગમ પ્રકાશિત કર્યા. અત્યારે પુનરાવૃત્તિ બાવરથી થઈ રહી છે.
યુવાચાર્ય શ્રી મધુકરજી મહારાજ દ્વારા પ્રવર્તિત આગમ પ્રકાશન સમિતિ બાવરનું આ દિશામાં મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. વિભિન્ન જૈન સંતો અને વિદ્વાનોના સહયોગથી આ સંસ્થાએ વિસ્તૃત ભૂમિકાની સાથે ૩૨ આગમોનું હિન્દી વિવેચનની સાથે સુંદર પ્રકાશન કર્યું છે. એ જ પ્રકારે ગુરૂ પ્રાણ ફાઉન્ડેશન રાજકોટથી મૂળ અનુવાદ વિવેચન સાથે ગુજરાતી ભાષામાં આગમ બત્તીસી પ્રકાશિત થઈ રહી છે. ૧૫ આગમ પ્રકાશિત પણ થઈ ગયા છે. શ્રમણી વિદ્યાપીઠ ઘાટકોપર મુંબઈથી પણ ઘણા આગમ ગુજરાતી અનુવાદ સાથે પ્રકાશિત થયા છે.
તેરાપંથ સંસ્થા જૈન વિશ્વભારતી, લાડનું એ પણ આગમ પ્રકાશનની દિશામાં મહત્ત્વનું કાર્ય કર્યું છે. ગણાધિપતિ શ્રી તુલસીનું (પૂર્વમાં આચાર્યો અને આચાર્ય મહાપ્રજ્ઞ (પહેલા મુનિ નથમલ અને યુવાચાર્ય મહાપ્રજ્ઞ)ના સંપાદનમાં અંગસુત્તાણીના ત્રણ ભાગ અને ઉવંગ સુત્તાણીના બે ભાગ અને નવ સુત્તાણીમાં મૂળ આગમોનું પ્રકાશન થયું છે. આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક સૂત્ર પણ હિન્દી અનુવાદ અને ટિપ્પણીની સાથે પ્રકાશિત
39
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org