________________
સ્થાનાંગ સૂત્રમાં ત્રણ કારણોથી પુદ્ગલનું વર્ણન બતાવ્યું છે - (૧) એક પરમાણુ પુદ્ગલ બીજા પરમાણુ પુદ્ગલથી ટકરાઈને પ્રતિહત થાય છે. (૨) રૂક્ષ સ્પર્શથી પ્રતિહત થાય છે અને (૩) લોકાન્તમાં જઈ પ્રતિહત થાય છે.
પરમાણુના જૈનાગમોમાં ચાર પ્રકાર વર્ણિત છે - (૧) દ્રવ્ય પરમાણુ, (૨) ક્ષેત્ર પરમાણુ, (૩) કાળ પરમાણુ અને (૪) ભાવ પરમાણુ. દ્રવ્ય પરમાણુના અચ્છેદ્ય, અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય આ ચાર ભેદ કરવામાં આવ્યા છે. ક્ષેત્ર પરમાણુના અનó, અમધ્ય, અપ્રદેશ અને અવિભાજ્ય આ ચાર ભેદ થાય છે. કાળ પરમાણુના અવર્ણ, અગંધ, અરસ અને અસ્પર્શ આ ચાર ભેદ છે તથા ભાવ પરમાણુના વર્ણવાનું, ગંધવાનું, રસવાનું અને સ્પર્શવાના રૂપમાં ચાર પ્રકાર છે.
પુદ્ગલ સંખ્યાની દષ્ટિથી અનંત છે. એક પરમાણુ પુદ્ગલ અનંત છે તથા અનંત પ્રદેશી પુદ્ગલ પણ અનંત છે. મધ્યના અંધ પણ અનંત છે.
પુગલ પરિણમન ત્રણ પ્રકારના વર્ણિત છે - (૧) પ્રયોગ પરિણત, (૨) વિસ્ત્રસા પરિણત અને (૩) મિશ્ર પરિણત. જીવ દ્વારા ગૃહિત પુદ્ગલોને પ્રયોગ પરિણત' પુદ્ગલ, સ્વભાવથી પરિણત પુદગલોને વિસ્ત્રસા પરિણત' પુદ્ગલ તથા પ્રયોગ અને સ્વભાવ બંનેના દ્વારા પરિણત પુદ્ગલોને મિશ્ર પરિણત' પુદ્ગલ કહેવામાં આવે છે.
શુભ પુદ્ગલોનું અશુભ પુદ્ગલોના રૂપમાં તથા અશુભ પુદ્ગલોનું શુભ પુદ્ગલોના રૂપમાં પરિણમન થઈ શકે છે. એ જરૂરી નથી કે અશુભ પુદ્ગલોનું પરિણમન અશુભ રૂપમાં જ થાય અને શુભ પુદ્ગલોનું પરિણમન શુભરૂપમાં જ થાય.
પરિણમનના વિષયમાં મહત્ત્વપૂર્ણ વિષય એ છે કે વર્ણનું પરિણમન કયારેય પણ રસ, ગંધ કે સ્પર્શમાં થતું નથી. રસનું પરિણમન કયારેય પણ વર્ણ, ગંધ કે સ્પર્શમાં થતું નથી. એ જ પ્રમાણે ગંધનું વર્ણાદિમાં તથા સ્પર્શનું પણ વણ થતું નથી. પરંતુ એક વર્ણનું બીજા વર્ણમાં, એક રસનું બીજા રસમાં, એક ગંધનું બીજા ગંધમાં તથા એક સ્પર્શનું અન્ય સ્પર્શમાં પરિણમન સંભવ છે. લીલા પત્તાનું પરિણમન પીળા પત્તાના રૂપમાં થવું, એક વર્ણનું બીજા વર્ણમાં પરિણમન સિદ્ધ કરે છે. આ જ પ્રમાણે સુગંધિત વસ્તુ કાળાન્તરમાં દુર્ગધમાં બદલાઈ જાય છે. મીઠો સ્વાદ ખાટામાં બદલાઈ જાય છે. આ જ પ્રમાણે સ્નિગ્ધનું રૂક્ષમાં, ગુરુનું લઘુમાં, શીતનું ઉષ્ણમાં, મૂદુનું કઠોરમાં પરિણમન સંભવ છે.
સંસારી જીવ આઠ કર્મોથી બંધાયેલો હોવાથી પુદ્ગલથી પૂર્ણ રીતે સંબંધિત છે. શરીર, ઈન્દ્રિય, મન આદિ જે જીવને મળે છે તે પણ આ કારણે પગલિક છે. જીવને પરભાવમાં લઈ જનાર પ્રાણાતિપાત આદિ ૧૮ પાપ પણ આ દૃષ્ટિથી પદ્ગલિક છે તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત છે. જીવને સ્વભાવ દશામાં લઈ જનાર ગુણોમાં વર્ણાદિની સત્તા સ્વીકાર કરી નથી. જ્ઞાન, દર્શન આદિ જીવના ગુણ વર્ણાદિથી રહિત છે. વેશ્યાઓમાં દ્રવ્યલેશ્યા વર્ણાદિથી યુક્ત છે. જ્યારે ભાવલેશ્યા આનાથી રહિત છે.
પુદ્ગલ અને પરમાણુનું જે વર્ણન દ્રવ્યાનુયોગના પુદ્ગલ અધ્યયનમાં સમાયેલું છે તે ભારતીય દર્શનમાં અનોખું છે તથા વૈજ્ઞાનિકો માટે અન્વેષણ બિંદુ આપે છે. આગમ પ્રકાશન :
ઈસવીસનું ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ્વમાં પ્રારંભ થયેલું આગમ પ્રકાશનનું કાર્ય વીસમી સદીમાં દેશ-વિદેશના વિદ્વાનોનું ધ્યાન આકૃષ્ટ કરે છે. આ કાળ આગમ સાહિત્યના અનુશીલન અને પ્રકાશનની દૃષ્ટિથી અત્યંત મહત્ત્વનું રહ્યું છે. વર્તમાનમાં અમારી સમક્ષ આગમના અનેક સંસ્કરણ ઉપલબ્ધ છે. આગમ પ્રકાશનની દિશામાં સર્વપ્રથમ સ્ટિવન્સ સન્ ૧૮૪૮ ઈ.માં કલ્પસૂત્રનું અંગ્રેજી અનુવાદ કર્યું હતું. ત્યારબાદ જર્મન વિદ્વાન્ પ્રોફેસર વેબેર સન્ ૧૮૬૫-૬૬ ઈ.માં ભગવતી સૂત્રના કેટલાક અંશનું સંપાદન કરી ટિપ્પણી લખી. ભારતમાં સર્વપ્રથમ રાયધનપતસિંહ બહાદુરસિંહ, મુર્શિદાબાદે સન્ ૧૮૭૪ ઈ.માં આગમ પ્રકાશનનું કાર્ય પ્રારંભ કર્યું. તેમને ઉપલબ્ધ ટીકા, દીપિકા, બાલાવબોધ આદિની સાથે આગમોનું સંસ્કરણ પ્રકાશિત કર્યું. લગભગ ૧૧ વર્ષોની અલ્પ અવધિમાં જ બધા મહત્ત્વપૂર્ણ આગમ પ્રકાશિત થઈ ગયા.' રાધનપતસિંહ દ્વારા પ્રકાશિત આ આગમોનો પ્રારંભમાં ઘણો જ વિરોધ થયો, પરંતુ યુગની માંગના કારણે પ્રકાશન કાર્યને નિરંતર (બળ) વેગ મળ્યો.
38
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org