________________
દૂર તે નિમવામાં
વેપારનો દાવ પ્રમાણિક અને બે વાર વિદેશયાત્રા ખેડી આવેલ કુશળ મુનિમ શેાધી આપે.
અને ધર્મદાસ ચૌદ વહાણ ભરીને સ્વર્ણદ્વીપ, યદ્વીપ, સૂર્યદ્વીપ જેવા દૂર દૂરના પ્રવાસે બીજે જ મહીને રવાના થઈ ગયે.
આ પ્રસંગે ભાવડ મિત્રને વિદાય આપવા દસકેશ દૂરના બંદરે પણ ગએ હતું અને બંને મિત્રો સજળ નયને પરસ્પરને ભેટી છૂટા પડ્યા.
અનુભવિ મુનિમ કરમચંદની સલાહ પ્રમાણે ઉત્તમ પ્રકારના બાર વહાણે ભાડેથી લેવામાં આવ્યા અને માલની ખરીદી શરૂ થઈ.
બાર બાર વહાણ ભરીને માલ લઈ જવો એ કંઈ નાની સૂની વાત નહોતી. એટલે માલ લઈ જવામાં પુષ્કળ ધન જોઈએ ભાવડને પિતાને મૂળ વ્યાપાર લગભગ સંકેલી લેવો પડશે. તે ઉપરાંત ઘરમાં રાખેલું કેટલુક સુવર્ણ પણ કાઢવું પડયું અને કેટલાક માલ આંટ ઉપર ખરીદવું પડશે.
આમ ચારેક મહીનાના ગાળામાં ભાવડ શેઠનાં બાર વહાણ ભરાઈ ગયાં. એક ઉત્તમ દિવસે શુકન વગેરે જોઈને મુનિમ કરમચંદ બારેય વહાણ સહિત ચવદ્વીપ તરફ રવાના થશે.
ભાવડને એક વાતની ખાત્રી થઈ ગઈ હતી કે મુનિમ કરમચંદ માત્ર પ્રમાણિક છે એમ નથી પરંતુ પાવર અને કાબેલ પણ છે. એના વિશ્વાસે આટલી સંપત્તિ મૂકવામાં કોઈ પ્રકારને ભય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org