________________
ક૭
સંસારી આત્મા જ્યાં સુધી કર્મ પુદ્દગલરૂપી અન્ય-પર પદાર્થને સંબંધ રાખે, પરપદાર્થથી મિશ્રિત રહે, ત્યાંસુધી, તે સંસારી જીવ કહેવાય છે.
આત્માને કર્મ બાંધવાના પણ કારણે મળે છે, અને કમથી મૂકાવાના પણ કારણે મળે છે. આ કારણેનું નામ અનુક્રમે-આશ્રવ છે, અને જે હેય છે. અને સંવર છે, ને જે ઉપાદેય છે.
આશ્રવ કર્મ બાંધવાના કારણે. હેય=ત્યાગ કરવા યોગ્ય. સાવરકકર્મના બંધને રોકવાના કારણે. ઉપાદેય સ્વીકારવા ગ્ય–આદરવા ગ્ય.
આશ્રવનું પણ મૂળ કારણ તે આત્મામાં રહેલ યુજનકરણ છે. અને સંવરનું મૂળ કારણ આત્મામાં રહેલ ગુણ-કરણ છે.
કરણ આત્માને ખાસ પ્રયત્ન.
યુ જન કર=આત્મા સાથે કર્મને જોડનાર આત્માને પ્રયત્ન–અવળો પુરુષાર્થ
ગુણ-કરણ આત્માથી કર્મને છૂટા પાડનારા આત્માના અનેક ગુણ જગાડનારા આત્માના પ્રયતને-સવળા પુરુષાર્થ. તે ગુણ-કરણ,
ઉપર જણાવેલી એ વાતે વિષે મહામહા વિદ્વાન પુરુષએ કર્મગ્રન્થ, પંચસંગ્રહ, કમપ્રકૃતિ વિગેરે મોટા ગ્રન્થની રચનાથી ઘણું ઘણું કહ્યું છે. તથા આંતરું ભાંગવાના પણ ઘણા સુંદર અંગો-મૃતાંગોમાં જણાવ્યા છે અથવા શ્રુતજ્ઞાનના અંગરૂપ કર્મન્થાદિકમાં બતાવ્યા છે,” એ અથે પણ થશે.