________________
૨૦૧ અર્થ. સૂત્ર=મૂળ સત્ર, નિર્યુક્તિ પદોના અક્ષરે છુટા પાડી અર્થ કરનારી વિવેચના વૃત્તિ સંસ્કૃતમાં ટીકા. પરંપરઅનુભવ ગુરુ-શિષ્યની પરંપરાથી ચા આવતે અનુભવ. સમય–પુરુષ-શાસ્ત્ર રૂપી પુરુષ. છેદે=નાશ કરે, વિપરીત પ્રતિપાદન કરે, તેને અપલાપક. દુર્ભાવ દુર્ભવ્ય, પાપી.
ચૂર્ણિક ભાષ્યઃ સૂત્ર: નિયુક્તિઃ વૃત્તિ અને ગુરુ-શિષ્યની પરંપરાથી ચાલ્યો આવતો અનુભવ ઃ એ છયેય જૈન શાસ્ત્રપ્રવચન–સમયરૂપી પુરુષનાં છ અંગો છે. તેમાંનાં એકનો પણ ઉચ્છેદ કરે, એકને પણ ન માને, તે દુર્ભ મહાદેષિતથાય છે, અથવા જે છેદે, તેનું ખંડન કરે, તેનું ન માને, તે દુર્ભાગ્ય જેવો માને.
૧ પ્રભુ મુખથી અર્થ ગંભીર વાણી સાંભળી ગણધર ભગવંતે જે શાસ્ત્રો ગુંથે, તે, અને બીજા સુવિહિત સંપૂર્ણ દશ પૂર્વધર સુધીના પુરુષો જે જે જિનાગમાનુસાર ગુંથે, તે સત્ર કહેવાય આગમ કહેવાય એવા આજે ૪૫ આગમે વિદ્યમાન છે. પૂર્વે ૮૪ હતાં.
૨ સૂત્રોના ભાવ અને રહસ્યનું વિશાળતાથી પૃથકકરણ કરનારી વિવેચન પદ્ધતિને નિયુક્તિ કહેવામાં આવે છે. તેવી ભદ્રબાહુ સ્વામિની કરેલી આવશ્યક સૂત્ર વિગેરે સૂત્રો ઉપરની દશાનિર્યુક્તિ મળે છે
૨ સૂત્ર અને નિર્યુક્તિના ભાવ સમજાવનાર વિવેચન પદ્ધતિને ભાષ્ય કહેવામાં આવે છે. તેવા ભાગે ઘણું છે.