________________
૨૯૬
સગપણની પ્રીતિ પ્રસિદ્ધ છે. પત્ની મૃત પતિ સાથે ચિતામાં પ્રવેશ કરે છે. આકરા આકરા તપ કરે છે. માતા પુત્ર ખાતર મૃત્યુને ભેટે છે. એવા એવા દુન્યવી પ્રીતિના અનેક ખેલ જગતમાં ચાલે છે. છતાં, તે સર્વ પ્રકારની પ્રીતિ ક્ષણિક અને માત્ર વાર્થ પૂરતી-કામ ચલાઉ જ આખરે સાબિત થઈ છે. લીલામય પરમબ્રહ્મ સાથેની પ્રીતિ પણ તાવિક ઠરતી નથી. એ પણ પરમાર્થિક દૃષ્ટિથી વિચારતાં ભ્રમણાત્મક જ કરે છે. કેમકે-દરેક જીવ સત્તાએ પરમ બ્રહ્મમય, છે. પરમબ્રહ્મ કેઈ જુદી વસ્તુ નથી.
તેને અર્થ એ નથી કે “વાસ્તવિક પ્રીતિ જગતમાં સંભવી શકતી જ નથી.” જગતમાં વાસ્તવિક પ્રીતિને પણ અવશ્ય સંભવ છે. તેથી શ્રી વીતરાગ તીર્થકર પરમાત્મા સાથે વાસ્તવિક પ્રીતિ જેડીશ, તે તારે વિસ્તાર જલ્દી થશે, અને તને પરમપદ જદી પ્રાપ્ત થશે.”
એમ કહી,
આય-મહામાનવપ્રજાના આદિ પિતાના વિશ્વ સ્મારક સમાન અનન્ય પવિત્ર ભૂમિ શ્રી શત્રુંજય ગિરિવરના ભૂષણભૂત શ્રીષભદેવ પ્રભુ તરફ આંગળી ચિંધે છે. અને પારમા ર્થિક પ્રીતિ કરવા લલચાવે છે.
દશ્ય ૨ : પ્રીતિ કરવાની ઈચ્છાવાળે જીવ વધુ આગળ વધી પરમાત્માની પાસે જવા ઝંખે છે. પરંતુ, પહેલાં તે તેમની પાસે જવાને માર્ગ જ હજુ તેને માન્ય નથી. તેથી પ્રથમ