________________
૩૦૫
પિતાના આત્માને પરમાત્મા બનાવવા માટે પોતે પરમાત્મભાવને અનુભવ કરવા અનેક જિનમંદિરે અનેક મહાતીર્થ યાત્રાએ, ઉત્સ, વિગેરેની ભૂમિકામાંથી પસાર થઈ પરમાત્મભાવ તરફની તાલાવેલી જગાડવાની તક લેતે જેવામાં આવે છે,
દૃશ્ય ૧૦ મું: - સામાન્ય રીતે આત્મા અન્તરાત્મા અને પરમાત્માની તે તેને સમજ પડી ગઈ છે. પરંતુ પિતાને આત્મા પદાર્થ કેવું છે? તેને શા શા ગુણે છે? તેનું કેવું સ્વરૂપ છે? તેની વિશેષ સમજ મેળવવાના પ્રયાસોમાં પડેલો જીવ આ દશ્યમાં જોવામાં આવે છે. - સત્ શાસ્ત્રોને આધાર લે છે. સતુ શાસ્ત્રોનો અભ્યાસ કરે રે, સાંભળે છે, ગુરુઓના હિતોપદેશ સાંભળવા જ્યાં સગવડ મળે, ત્યાં દોડી જાય છે. “ માત્ર કાનની ખરજ મટાડવા કંઈક સાંભળવું એવી ઇચ્છાથી નથી દડી જતો.” પરંતુ, પરમાત્મ ભાવ પ્રાપ્તિની ઈચ્છા, અને તેના સ્વરૂપની જિજ્ઞાસા શાંત કરવા દેડી જાય છે.
- આત્માનું સ્વરૂપ સમજે છે, પરસ્પર વિરુદ્ધ જણાતા તેના ગુણે સાંભળે છે. અને તેને સાપેક્ષ પરિવાર સમજીને વધારે વ્યવસ્થિત રીતે સમજે છે. પ્રત્યક્ષ અનુમાન: અને ગુરુ વાકય તથા સ્વાનુભવ: ઉપરથી તેનું મનન કરે છે, તેમાં તેને મુંજવણ થતી નથી. કેમકે-વિવિધ ભંગીથી સ્વાદ વાદનું જ્ઞાન મેળવવાની શરૂઆત તેણે કરી હોય છે.