Book Title: Anandghan Chovishi
Author(s): Anandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

Previous | Next

Page 367
________________ ૩૨૪ રહે છે. કેઈ પણ એવી ક્ષણ નથી. કોઈ પણ કાળે એવી ક્ષણ નથી આવતી, કે જેમાં એ જાગ્રતી જરા પણ ઢીલી થાય, આ જાગતા પ્રભુ સિદ્ધ સ્વરૂપે જગતને મંગળભૂત: શરણભૂતઃ પરમાત્મા રૂપે સુખ શાંતિ આપનાર તરીકે અગમ્ય રીતે ઉપકાર કરનાર તરીકેઃ સદા જાગતા રહે છે. આનંદ-ઘન–પ્રભુ જાગે. રે" ઉપસંહાર. શ્રી આનંદઘનજી મહારાજાએ મીઠી મધુ સારી અને પ્રાસાદિ: ગુજરાતી ભાષામાં આ ચોવીશી રચીને અવધિ કરી છે. જૈન દર્શનને માન્ય આત્મ વિકાસની સંપૂર્ણ પદ્ધતિ અતિ સંક્ષેપમાં છતાં અતિ ભવ્ય સ્વરૂપમાં જરૂરીઆત પૂરતું લક્ષ્મ ખેંચે તેવી રીતે વર્ણવી બતાવી છે. તેને અમે દશ્યના રૂપમાં અતિ સંક્ષેપથી ઉપર નિર્દેશ કરી બતાવ્યો છે તે સંક્ષેપમાં એટલાજ માટે બતાવ્યું છે કે એકએક દૃશ્યમાં જીવ સંપૂર્ણ રીતે કેવી ભૂમિકા ભજવે છે? તે અને તેની સાથે દરેકેદરેક દશ્યમાં કયા કયા સ્વરૂપ ના અન્ય પાત્રો જોડાય છે? તથા તે સર્વે અનુકુળ કે પ્રતિ કુળરૂપે પોતપોતાની ભૂમિકા કેવી રીતે ભજવે છે ? તેના વિશાળ ચિત્રો આપવા જતાં એક મટે ગ્રંથ થઈ આવે. તે લાલચ જવા દઈ સામાન્ય સમજથી વાચક મહા

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380