Book Title: Anandghan Chovishi
Author(s): Anandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 342
________________ ૨૯૯ તેટલી માળા ફેરવીશ, ત્યાં સુધી ભગત ગણાવાની શરૂઆત પણ થશે નહીં. માટે, ભગત બનવું પણ સહેલું નથી. વિષયે તરફની તારી આસક્તિ ભયંકર ભાસશે, ત્યારે જ ભક્ત તરીકેનું તારું પહેલું પગથિયું શરૂ થશે. માટે શ્રીસંભવનાથ પ્રભુની સેવા કર. અને કદાચ તેને તે પ્રભુ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી કોઈ પણ દેવઃ ગુરુ અને ધર્મની સેવા કરે, પરંતુ તે વિના ન રહે. દશ્ય ૪ ચોથું એ રીતે, ગમે તે દેવર ગુરુ અને ધર્મની સેવા કરતાં ઘણે કાળે જવના મનમાં પરમાત્માના દર્શન કરવાની, સાચા પરમાત્મ ભાવના દર્શન કરવાની તાલાવેલી જાગે છે. અને “પ્રભુ દર્શન! પ્રભુ દર્શન!!” કરતે ચારેય તરફ ભટકે છે. પરંતુ તેની સામે એવા એવા વિચિત્ર સજેને આવે છે, કે તેને કયાંય સંતેષ થતું નથી. કોઈ કહે છે, કે-“આવ, અમારી પાસે તને પ્રભુના દર્શન કરાવીશું.” જેની જેની પાસે જાય, તે સઘળાયે આમ જ કહેવા લાગે છે. કોઈ તર્કવાદથી પ્રભુનું દર્શન કરાવવાની હામ ભીડે છે. કોઈ તે પૂરી આંખો ખોલાવ્યા વિના જ દર્શન કરાવવાની માશા આપે છે. પરંતુ, દરેક તરફથી એમ નિરાશા મળ્યા છતાં નાસીપાસ થતું નથી. અને દર્શનની અભિલાષા દિવસે ને દિવસે વધતી જાય છે. છતાં શાસ્ત્રજ્ઞાન ઉપદેશકેની સારી સેબત વિગેરે માટેના પ્રયાસ ચાલુ રાખે છે. પરમાત્માનું દર્શન થવું કેટલું

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380