________________
૨૯૯ તેટલી માળા ફેરવીશ, ત્યાં સુધી ભગત ગણાવાની શરૂઆત પણ થશે નહીં. માટે, ભગત બનવું પણ સહેલું નથી. વિષયે તરફની તારી આસક્તિ ભયંકર ભાસશે, ત્યારે જ ભક્ત તરીકેનું તારું પહેલું પગથિયું શરૂ થશે. માટે શ્રીસંભવનાથ પ્રભુની સેવા કર. અને કદાચ તેને તે પ્રભુ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી કોઈ પણ દેવઃ ગુરુ અને ધર્મની સેવા કરે, પરંતુ તે વિના ન રહે.
દશ્ય ૪ ચોથું એ રીતે, ગમે તે દેવર ગુરુ અને ધર્મની સેવા કરતાં ઘણે કાળે જવના મનમાં પરમાત્માના દર્શન કરવાની, સાચા પરમાત્મ ભાવના દર્શન કરવાની તાલાવેલી જાગે છે. અને “પ્રભુ દર્શન! પ્રભુ દર્શન!!” કરતે ચારેય તરફ ભટકે છે. પરંતુ તેની સામે એવા એવા વિચિત્ર સજેને આવે છે, કે તેને કયાંય સંતેષ થતું નથી.
કોઈ કહે છે, કે-“આવ, અમારી પાસે તને પ્રભુના દર્શન કરાવીશું.” જેની જેની પાસે જાય, તે સઘળાયે આમ જ કહેવા લાગે છે. કોઈ તર્કવાદથી પ્રભુનું દર્શન કરાવવાની હામ ભીડે છે. કોઈ તે પૂરી આંખો ખોલાવ્યા વિના જ દર્શન કરાવવાની માશા આપે છે.
પરંતુ, દરેક તરફથી એમ નિરાશા મળ્યા છતાં નાસીપાસ થતું નથી. અને દર્શનની અભિલાષા દિવસે ને દિવસે વધતી જાય છે. છતાં શાસ્ત્રજ્ઞાન ઉપદેશકેની સારી સેબત વિગેરે માટેના પ્રયાસ ચાલુ રાખે છે. પરમાત્માનું દર્શન થવું કેટલું