________________
૩૦૭, મુશ્કેલ છે તેની તેને ઝાંખી થાય છે. છતાં તે સુલભ થાય, તે માટે તેની કૃપાના પાત્ર થવાના પ્રયાસો ચાલુ રાખે છે. -
દશ્ય ૫ મું પરમાત્માનું દર્શન શી રીતે થાય? તે ઇચ્છામાંથી પરમાત્મા કેશુ? કયાં હશે? તેવી જિજ્ઞાસાવૃત્તિ થાય છે. પિતાના શરીરમાં આત્મા હોવાની તેને ખાત્રી થાય છે. પરંતુ તે પરમાત્મા છે? કે નહીં? તેને તેને સંશય થાય છે. પરમાત્માના દર્શનની ભૂખ મારા શરીરને લાગે છે કે મારા દેહમાં રહેલા આત્માને લાગે છે? દરેક પ્રાણીના દેહમાં આત્મા હોવાનું નકકી થવા છતાં દરેકના આત્મા સરખા જણાતા નથી. - કેટલાક વિષય-કષામાં રચ્યાપચા દેખાય છે. ત્યારે કેટલાક તે છેડીને તેના ઉપર ઘણા કરી કેઈ જુદી જ જાતનું જીવન ગાળતા નજરે પડે છે. ત્યારે કેટલાક મહા પુરુષે તરીકે જીવન જીવતા જોવામાં આવે છે. જુદા જુદા આત્માએની આ તરતમતા જોવામાં આવવાથી, “પોતે કઈ ભૂમિકા ઉપર છે?” તેનું તેને ભાન શરૂ થાય છે. અને “ઉપરની ભૂમિકાઓ ઉપર ચડવા માટે શું કરવું?” તેની જિજ્ઞાસા થવા લાગે છે. આત્માની જુદી જુદી અવસ્થાઓ તરફ તેને ખ્યાલ જાય છે.
મારા દેહમાં આત્મા છે. હું આત્મા છું. દેહ જ આત્મા હોય, તે મડદું પણ આત્મા હોઈ શકે. દેહની