________________
મદદ વિના મારો આત્મા કાંઈ પણ બાહ્ય પ્રવૃત્તિ કરી શકતો નથી. માટે દેહમાં આત્મા છે. પરંતુ, તે દેહ કરતાં જુદે છે.”
હું પણ આત્મા છું. અને પરમાત્મા પણ આત્મા છે. તે મારી અને તેની વચ્ચે ફરવાનું કારણ શું? તેની શોધ ચલાવવાની શક્તિ આવેલી હેવાથી, તે શોધ પાછળ પડે છે.
પ્રથમ તો શરીરની ચેષ્ટાઓનું પૃથકકરણ કરે છે, તેમ કરતાં, શરીરની ચેષ્ટા શિવાયની પણ ચેષ્ટાઓ તેને માલુમ પડે છે. એક થાંભલા કે પત્થરની જેમ તેને શરીરની ચેષ્ટાઓ માલુમ પડે છે.
પછી લાભાલાભના વિચારથી પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરવાની સમજમાં ઇન્દ્રિયની પ્રવૃત્તિ થતી તેને ભાસે છે. શરીર રસ્તામાં ચાલ્યું જતું હોય છે. પરંતુ, સામે મોટી આગના ભડકા જોઈ ત્યાંથી શરીર પાછું વળે છે.
તેનું પૃથક્કરણ કરતાં-ઈદ્રિયો સાથે સૂમ જ્ઞાનના વાહક શરીરના તંતુઓનું કામ સમજવામાં આવે છે. અને તેનું મથક મગજમાં જણાય છે. મગજ મન સાથે જોડાઈને ઉચિત-અનુચિત સમજીને હુકમ છોડે છે.
' તેમ છતાં, બધુ મનનું ધાર્યું થતું નથી. આત્માની ઇચ્છા મનનું ધાર્યું કરવાની હોય છે. છતાં થતું નથી. તેનું પૃથક્કરણ કરતાં આત્મા અને મનની વચ્ચે કેઈ વિચિત્ર તત્વને ભાસ થાય છે. તેનું નામ કમ. '
આત્માને લાગેલા ક-મન, ઈદ્રિય, શરીર વિગેરેની ચેષ્ટાઓ ઉપર અસર કરે છે. એટલું જ નહી, પરંતુ, તે