________________
ર૧૯ ઈણ લક્ષણ સાચી સખી. રે” આપ વિચારે હેત.
મન. ૧૦ [ લક્ષણ–સેત=લક્ષણ સહિત, સુલક્ષણે, લક્ષણ વંત, હેત હેતુપૂર્વક.]
મને યાદ છે કે આપ જાન જોડીને પધાર્યા, ત્યારે મારી સખી કહેતી હતી, કે-પરણવા આવતો આ તારો વર તે શામળ-કાળો છે. માટે કલખણું છે, તો સંભાળજે ચેતજે.*
ત્યારે મેં કહ્યું હતું, કે “નહીં, નહી ! શામળે છે, માટે સુલક્ષણે છે, સખિ! પરંતુ પૂરણવા આવીને અધવચ્ચે ભાગી જવાનાં તમારા આવાં લખણોથી તે મારી સખી જ સાચી ઠરે છે.” હે પ્રભો ! આપ પોતે જ આ વાત હેતુપૂર્વક બરાબર વિચારી જુઓને! આપને પણ મારી સખી સાચી જ જણાશે.
વિરાધને પરિહારઃ સખી જુઠી હતી. હું સાચી ઠરી છું. આપ ખરેખર મહા પુરુષનાં એક હાર ને આક લક્ષણોએ કરીને શોભો છે. જેથી જગતપૂજ્ય મહા પુરુષ થઈ ચૂક્યા છે. કાર્ય કારણને હેતુવાદથી વિચાર કરતાં એજ વાત બરાબર ઘટે છે. જેવાં આપનાં લક્ષણ હતાં, તેવી જ સફળતા બરાબર આપને મળી છે. રાગી શું રાગી સહુ. રે 'વૈરાગીશ્યો રાગ ? મન,