________________
૨૪૮
જીવને નવાં નવાં કર્મો બંધાવે છે, અને જેમ યોગ્ય સ્થાનક વધારે વધારે તીવ્ર, તેમ તેમ કર્મના જથા પણ વધુને વધુ જીવ લે છે. ઉત્કૃષ્ટ વીર્ય–નિવેશે.
યોગ-કિયા નવિ પેસે રે યોગ તણું ધ્રુવતાને લેશે
આતમ-શકિત ન ખસે રે. વીર. ૪ - [ ઉત્કૃષ્ટ=વધારેમાં વધારે. વીર્ય-નિવેશે વીર્યના પ્રદેશમાં. ગક્રિયા મન: વચનઃ કાયા:નાગની પ્રવૃત્તિ પ્રવતા નિશ્ચળતા લેશેલેશ માત્ર. આતમ-શકિત–આ. '
ત્માની શક્તિ, આત્માનું વીય. ખેસવે ખસે. ] . જેમ જેમ આત્મા સ્વતંત્ર રીતે સ્વવીર્ય હસ્તગત કરતો જાય છે, અને છેવટે વધારેમાં વધારે સ્વવીર્ય તેને પ્રાપ્ત થાય છે, ત્યારે તેના પ્રદેશમાં મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ પ્રવેશ કરી શકતી નથી. એટલે કે જેમ જેમ આત્મા ગુણસ્થાનકે ઉપર ચઢતો જાય છે, તેમ તેમ તેનું વીર્ય વધતું જાય છે, અને છેવટે જ્યારે, વીર્ય વધીને ઉત્કૃષ્ટ હદે પહોંચી જાય છે, ત્યારે મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ તદ્દન મંદ પડી જાય છે, ને છેવટે નાબુદ પણ થઈ જાય છે. આ એક વિચિત્ર ઘટના બને છે. અર્થાત તે બળ મન વચન અને કાયા મારફત વેરાતું–વેડફાતું હોય છે, તે બંધ પડીને આત્મસ્થ-સ્થિર થતું જાય છે.