________________
૨૫૧ છે. અને એ રીતને વેગી થવાથી કર્મો બાંધીને–સાંસારિક ભાવો પામીને–આત્માને પિતાના કરેલાં તે સર્વ કર્મો ભેગવવાં પડે છે તેથી તેને ભોકતા–મેગી થાય છે. આ રીતે બન્નેય વિરોધના પરિહારો–ઉકેલો થાય છે.
અહીં ત્રણ પ્રકારનાં વીર્ય બતાવ્યાં છે.—૧ મૈથુનપૂર્વક વિષયસુખ ભોગવવામાં ઉપયોગી થાય, તે સાતમી ધાતુરૂપ શારીરિક વીર્ય જેને લીધે પ્રાણુ કામ-વાસનાથી વાસિત થઈ મિથુન સુખ ભોગવે છે. ભોગી થાય છે. (૨) મન વચન કાયાના યોગ મારફત ભેગવાતું આત્માનું બળ. તેને લીધે કમેં બાંધીને આત્માને સાંસારિક અવસ્થા ભોગવવી પડે છે. અનાદિ કાળથી મેક્ષમાં ન જવાય, ત્યાં સુધી દેવ નારક તિર્યંચ મનુષ્ય સ્ત્રી પુરુષ નપુંસક વિગેરે રૂપે થવું પડે છે, અને વિવિધ રીતે સંસારમાં રખડવાનું થાય છે. સંસાર ભોગવવો પડે છે, ને એ રીતે આત્મા ભેગી થાય છે. (૩) ત્રણેય ભેગો નબળા પડવાથી અને રત્નત્રયોની આરાધનાથી વીર્યાન્તરાય કર્મને સર્વથા ક્ષય થવાથી મેરૂ પર્વત–વિશ્વોને ઉથલાવી પાડવા જેવું છે સાયિક ભાવે અક્ષય આત્મિક વીર્ય પ્રગટ થાય છે, તે. જેને લીધે આત્મા શૈલેશી-મેરુપર્વત જેવો સ્થિર અને નાકર બની જાય છે. અયોગી–મન વચન કાયાના યોગો વગરનો થઇ સ્થિરે વીર્યવંત બને છે,