________________
૨૫૩ ધ્યાન-વિજ્ઞાન એટલે કેગના આઠ અંગે છે. તેના નામ:-- યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. આ પ્રમાણે પતંજલિ યોગસૂત્રમાં આપેલા છે. અને તેની વ્યાખ્યાઓ પણ આપેલો છે –
યમ એટલે વ્રત. નિયમ એટલે તેને સહકારી જીવનચર્યા આસન એટલે પવાસનાદિક યુગાસને. મુદ્રા વિગેરે. પ્રાણાયામ એટલે રેચક: પૂરક અને કુંભક કરીને પવનની ગતિ ઉપર કાબ મેળવે. પ્રત્યાહાર એટલે ઈન્દ્રિો ઉપર કાબુ મેળવે. ધારણા એટલે કોઈપણ વસ્તુ ઉપર એકાગ્ર થવાની ટેવ કેળવવી. ધ્યાન એટલે કેઈપણ વસ્તુનું એકાગ્રતાથી અમુક વખત સુધી ધ્યાન કરવું. અને સમાધિ એટલે દુનિયાના બાહ્ય વ્યવહારોથી પર થઈને ધ્યાન સૃષ્ટિમાં સ્વરછાથી રમણતા કરવાની શક્તિ પ્રાપ્ત થવી, તે.
દરનમાં પણ આજ આઠ અંગો બતાવ્યા છે. પરંતુ તેની વ્યાખ્યા તદન જુદી છે. તે આ પ્રમાણે છે:-- - યમ-અહિંસા અને સત્ય વિગેરે તેને યથા શક્તિ અમલમાં મૂકવા અને ત્રણ ઇચ્છાયમાદિક યમને અમલ કરવાની ઈચ્છા રાખવી. નિયમઃ પાંચ પ્રકારનાં છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને પરમાત્મ પ્રણિધાન. આસનઃ આત્મ કલ્યાણના પ્રયત્નોમાં વધારે સ્થિરતા. પ્રાણાયામઃ પ્રાણ કરતાં પણ દેવઃ ગુરુઃ ધર્મ ને વધુ વહાલા ગણે, ધર્મ માટે પ્રાણ ત્યાગ કરે. પણ પ્રાણુ ખાતર દેવઃ ગુરુ ધર્મને ત્યાગ ન કરે, એવી વૃત્તિ. પ્રત્યાહાર ઈન્દ્રિયે ઉપર કાબુ , ઉપરાંત, ધર્મ ઉપર આવી પડતાં વિદને હઠાવવમાં તત્પરતા. ધારણુઃ ચિત્તની સ્થિરતામાં સારે વધારે.ચપળતાને ત્યાગ થાય. ધ્યાન પરમાત્મા વિગેરે ધ્યેયની મદદથી જેમ બને તેમ મન વચન અને કાયારૂપ યોગના વ્યાપાર રોકીને આત્મા સ્થિર થતું જાય, તેથી પોતાનું બળ-વીર્યપ્રાપ્ત થતું જાય. તે પ્રયત્ન કરવો. સમાધિ સ્વસ્વરૂપમાં સ્થિતિ જેમ