________________
૨૪૩ જગ્યાથી દૂર એક ગાઉ વહેલામાં વહેલા જઇને તેને આવવાને વખત સાચવીને આવવાના જ રસ્તામાં આગળના ભાગમાં કોઈ જઈને બેસે, તે પણ તે વાહનમાં તેને બેસવા ન મળે, કેમકે ત્યાં ગ્ય ક્ષેત્ર નથી હોતું ત્યાં તેને વાહનમાં ચડવા દેવામાં આવતું નથી.
એજ પ્રમાણે વાહન ઉપડી જતાં જ એક પળનાજ વિલંબે બેસવાની તેજ જગ્યા ઉપર માણસ આવે, છતાં એક પળને પણ વિલંબ કરેલો હોવાથી, શત્રુંજય તીર્થે જવાના વાહનમાં બેસી શકાય નહીં. કેમકે તે વાહનમાં બેસવાને પરકાળ થઈ ગયે. શત્રુંજય તીર્થે જવાનું તે વાહન કાળથી રહ્યું નહીં. બરાબર વખતસર યોગ્ય જગ્યાએ આવી પહોંચ્યા વાહન પણ શત્રુંજય તીર્થ તરફ જવાનું નકકી છે. જલ્દી પહોંચાડે તેમ છે. પણ ભાડાના પૈસા અગાઉથી રેકડા આપવા પડે છે. ભાડાના રૂપિયા પાંચ થાય છે. પણ બેસનારની પાસે રૂા. ૪-૧૫-૧૧ છે. એક પાઈ જ માત્ર ઓછી છે. બસ, તે માણસ તે વાહનમાં બેસી શકશે નહીં. કેમકે બેસવાની સામગ્રી–ભાવ-નથી. પિતાની તબિયત નરમ ગરમ થઈ આવી-ચકરી આવી, કોઈને કાંઈ અયોગ્ય સંજોગો-ભાવ-આવી પડયા, તે પર ભાવ થયા કાર્ય બનશે નહીં.
દરેક પદાર્થના અનંત ધમ હોય છે. તે દરેકનાં દ્રવ્ય ક્ષેત્ર કાળ: ભાવ: હોય છે. તેને પણ અનંત ભેદ પડે છે. નાના મોટા ચડતા ઉતરતા દરજજા ઓછાંશ વધતાંશ વિગેરે અનંત પ્રકારે પડે છે. તે ગણી શકાતા નથી. તે