________________
૨૮
પ્રભુને પ્રેમમય ઠપકારૂપે આ સ્તવન ભારે રસ ઉત્પન્ન કરીને આખરે શાંત રસમાં પરિણામ પામેછે. રાજીમતીના હૃદયની પ્રેમભરી ચીસેા, વિનવણીએ, આરજી, ઠપકા રજુ કરીને સ્તવનકારે હદ કરી છે. આખું સ્તવન લગભગ વિરોધાભાસથી ભરપૂર છે. દુન્યવી પ્રેમમાંથી પલટાઈ જઈને પારમાર્થિક પ્રેમથી-સમાપત્તિથી પરમાત્મભાવ સાથે અભેદવૃત્તિના પ્રકાર આ સ્તવનમાં સ્પષ્ટ કર્યો છે.
શ્રી નેમિનાથ પ્રભુ ધ્યેય છે. શ્રી રાજીમતીજી ધ્યાતા છે, છતાં શ્રી નેમિનાથ પ્રભુની પહેલાં જ શ્રી રાજીમતીજી મેાક્ષમાં ચાલ્યા ગયા. આ એમ સૂચવે છે, કે“દરેક આત્મા સ્વતંત્ર છે, તે દરેકની
તથાલભ્યતા પણુ અલગ અલગ હોય છે. અને પેાતાના સ્વતંત્ર પ્રયાસથી સ્ત્ર—સમય—નિષ્ઠાથી જ મેક્ષ પ્રાપ્ત કરે છે. પ્રભુ-દેવ: ગુરુ: ધ વિગેરે ખાદી નિમિત્તો હાય છે, તેનું ખળ અમુક હદ સુધી જ અસર કરે છે. પછી તે કારણ-સામગ્રી કારણ તરીકે રહેતી નથી. “ આત્મા આત્માવર્ડ આત્મભાવ પ્રાપ્ત કરે છે. ” એ રહસ્યાત્મક સિદ્ધાંત તરી આવે છે. કારણ રૂપી પ્રભુ ભજ્ગ્યા. આ શબ્દોમાં ઉપરના સિદ્ધાંતને ધ્વનિ ગુંજતા સંભળાય છે.