________________
એ પરસ્પર વિરૂદ્ધ ગુણવાળી છતાં ત્રિભંગી પ્રભુમાં બહુ જ શેભે છે.
પરસ્પરના વિરોધમાં પણ સમતા-શીતળતા,-શાંતિ બતાવીને “લેષથી શીતળનાથ નામની સાર્થકતા બતાવી છે. સર્વ-જંતુ-હિતકરણું કરુણાઃ
કર્મ-વિદારણ તીક્ષણ રે, હાના-siદાન-રહિત–પરિણામી,
ઉદાસીનતા વિક્ષણ રે. શીતલ. ૨. [સર્વ-જંતુ-હિત-કરણી=સર્વ પ્રાણીઓનું હિત કરનારી. વિદારણુ નાશ કરે, તેડવા. કર્મ-વિદા રણુ-કર્મોને નાશ કર. હાનત્યાગ. આદાન લેવું, સ્વીકાર. હાના-ડદાન-રહિત-છોડવાં કે લેવા રહિત. પરિણમી પરિણામ પામનાર આત્મા. હાના-wદાનરહિત-પરિણમી ત્યાગ અને સ્વીકાર રહિત પરિણામે પરિણમેલા આત્મા. વીક્ષણ નિરીક્ષણ, જેવું ] (૧) સર્વ જંતુઓનું હિત કરનારી કરણા પ્રભુજીમાં છે. (૨) કમનો નાશ કરનારી તીક્ષ્ણતા પણ પ્રભુજીમાં છે.
(૩) ન તો કોઈ વસ્તુને ત્યાગ કરવાની પ્રવૃત્તિ કે ઈચ્છા ન તો કોઈ વસ્તુનો સ્વીકાર કરવાની પ્રવૃતિ કે ઈછા; આ આ પ્રકારના પરિણામવાળી તટસ્થ નજર, તે ઉદાસીનતા તે પણ પ્રભુજીમાં છે.
આ આત્માની ત્રિભંગીની એક પ્રકારે ઘટન કરી બતાવી.