________________
૯૮ સ–મેલ અસ્થિર-પદ પરિહરે રે.
પંકજ પામર પેખ. વિ. દી૨ [ચરણ-કમળ ચરણરૂપી કમલમાં, કમલાલક્ષ્મીજી. સ્થિરત્રનિશ્ચળ. પદસ્થાન, નિવાસસ્થાન. દેખ=જોઈને. સ-અલ-મેલું, મેલવાળું. અ-સ્થિર=અનિશ્ચિળ, પદસ્થાન. પરિહરે-છેડી દે. પંક-જ=કાદવમાં થતું- કમળ. પંક= કાદવ, પામર=ગરીબડું, પ્રેમ જોઈને. ].
શ્રી વિમળનાથ પ્રભુનાં ચરણરૂપી કમળ રહેવા માટેનું નિર્મળ અને સ્થિર સ્થાનક નજરે ચડ્યા પછી, કાદવમાં ઉત્પન્ન થયેલું હોવાથી–પામર બિચારા કમળને-પંકજને રહેવા માટેનું મેલું અને અસ્થિર નિવાસસ્થાન ગણીને કમળા-લક્ષ્મીજી શ્રી વિમળનાથ પ્રભુનાં ચરણકમળમાં રહેવાને ચાલી આવી છે. તેથી કમળ કરતાં પણ તેમનાં ચરણની શોભા વધી ગઈ છે. કારણ એ કે-કમળાદેવી પંકજ-કમળ છોડીને વિમળનાથ પ્રભુનાં ચરણરૂપી કમળમાં કાયમી વાસ કરવા માટે આવી ગયા છે.
વિમળનાથ પ્રભુ ગુણે કરીને નિર્મળ છે પિતાના આત્મામાં કેવળ જ્ઞાનરૂપી લક્ષ્મીનો કાયમી વાસ પામ્યા છે. તેથી તેમનાં ચરણકમળ પણ નિર્મળ છે, અને તેના આશયથી દુઃખ અને દુર્ભાગ્ય દૂર ટળી જાય, અને સુખ તેમ જ સંપત્તિની ભેટ મળે, તેમાં શી નવાઈ છે? ૨