________________
૧૮૫
બૌદ્ધ મતના રાગીએવા કેઈ એકાન્ત વાદી કહે છે, કે “આત્મા ક્ષણિક છે, એમ જાણો” તે “તેથી પણ આત્માને બંધઃ મોક્ષ સુખ દુઃખ ઘટી શકશે નહીં.” એ વિચાર મનમાં કરી જુઓ.
ક્ષણિક પદાર્થમાં પણ કાર્ય–કારણ ભાવ ઘટી શકતા નથી. તેથી બંધ અને મોક્ષ વિગેરે ઘટી શકતા નથી. કેમકે–બાંધનાર આત્મા જે ક્ષણે હતો, તે બીજી ક્ષણે નથી. પછી કર્મોથી મુક્ત થનાર કોણ? બાંધનાર જે કાયમ રહે, તે જ તેને મુક્ત થવાનો વારો આવે. ૫ “ભૂત-ચતુષ્ક-વતિ –આતમ-તત્ત
સત્તા અલગી ન ઘટે.” - અંધ શકટ જે નજરે ન દેખે,
તે શું કીજે શકટે? શ્રી મુ. ૬
[ભૂત-ચતુષ્ક વજિત-આતમ-તત્ત-સત્તા=ચાર ભૂત વિના આતમ તત્વ કઈ જુદો પદાર્થ નથી-પૃથ્વી પાણ વાયુ અને તેજ ગતિએ ચાર ભૂત, શકટ ગાડું ]
પૃથ્વી, પાણી, વાયુ અને અગ્નિ, એ ચાર ભૂત સિવાય આત્મા નામનો કોઈ પણ પાંચમો પદાર્થ તેનાથી જુદો વિદ્યમાન જગતમાં નથી જ. પરંતુ, ચાર્વાકનું આ કહેવું તદ્દન ખોટું છે. કેમકે એક આંધળો માણસ પોતાની સામે પડેલા ગાડાને દેખી જ શકે નહીં, તે પછી તે ગાડું જગતમાં વિદ્ય