________________
૧૯૭
રસધારાતત્વ વિચાર રૂપ અમૃત રસની ધારા, મુરુગમવિણ=ગુરુએ કરાવેલા માર્ગ દર્શન વિના.]
અંશની-નયની દષ્ટિથી વિચાર કરીએ, તો લેકાયતિકચાર્વાકદર્શન પણ શ્રી જિનેશ્વર દેવનું કૂખ-પેટ ગણવું પડશે. ગુરુ મહારાજા એ કરાવેલા માર્ગ દર્શન વિના, તત્વ વિચાર કરવાથી પ્રાપ્ત થતી અમૃત રસની ધારાને પ્રવાહ કઈ રીતે પી શકાય ? “નાસ્તિક દર્શન પણ શ્રી જૈન દર્શનનું અંગ છે. એ વાત ગુચ્ચમ વિના શી રીતે સમજી શકાય? ૪
ચાર્વાક દર્શન તદ્દન સામાન્ય બુદ્ધિના જીવને “ચાર ભૂત છે” એટલા પૂરતા પ્રાથમિક કોટિના તત્વજ્ઞાનના વિચાર તરફ પણ સાધકને દેરવવામાં મદદ કરે છે. તત્વજ્ઞાનનું સ્થલ કલેવર તે દર્શન જિજ્ઞાસુ સામે રજુ કરે છે. પછી જેમ જેમ જિજ્ઞાસુ સાધકની જિજ્ઞાસાવૃત્તિ આગળ આગળ વધતી જાય, તેમ તેમ વધુ ઊડે તત્ત્વજ્ઞાનમાં ઉતરીને છયેય દર્શનનું સ્વરૂપ અને તેથી ઉત્પન્ન થતું તત્વજ્ઞાન સમજે. અને છેવટે, અતિ સૂક્ષ્મતર જૈનદર્શન સમજીને પાક તત્વજ્ઞાની થઈ શકે છે. એમ તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની પૂર્વ ભૂમિકા રૂપે પ્રાથમિક પગથિયારૂપ-સ્થૂલ-ખારૂ–પેટફળ --કઠારૂપ ચાર્વાક દર્શન પણ જેન તત્વજ્ઞાનનું અંગ બને છે. પરંતુ આ સમજ ગુરુ-ગમની મદદથી નયવાનું જ્ઞાન કરીને મેળવી શકાશે. તે વિના નહીં મળી શકે. જેનઃ જિનેશ્વર-વર-ઉત્તમ-અંગ
અંતરંગઃ બહિરંગે રે