________________
નાથમાંના નમિ શબ્દની શ્લેષથી સાર્થકતા સૂચવી છે. તથા પતંગન્યાસની ધ્યાનની રીત પણ સૂચવી જણાય છે.
એમ કરીને આખા સ્તવનના ભાવનું પહેલી જ ગાથામાં બીજ રૂપ ટૂંકામાં સૂચન પણ કરી દીધેલું જણાય છે. જિન-સુર–પાદ-૫-પાય વખાણું .
સાંખ્યા જેગ; દોય ભેદે રે આતમ-સત્તા-વિવરણ કરતાં
લહા દુગ–અંગ અ–ખેદે. રે ષડૂ૦ ૨
[જિન-સુરપાદ-૫–પાય જિનેશ્વરરૂપી કલ્પવૃક્ષના પગ. વખાણું વર્ણવું, સાંખ્ય સાંખ્ય દર્શન, જેગોગ દર્શન. આતમ-સત્તા-વિવરણ–આત્મા હવા ન હોવાનું વિવેચન. દગ–અંગ-બે અંગે અથવા બીજા સૂત્રકૃતાંગમાં લહે=જાણી શકશે. અમે કંટાળા વિના, સરળતાથી.]
આભાની વિદ્યમાનતા વિષે વિવરણ કરનારા, સાંખ્ય દર્શન અને વેગ દર્શનઃ દર્શનના એ બે ભેદને જિનેશ્વર રૂપી કલ્પ વૃક્ષના બે પગ તરીકે વર્ણવાય છે. માટે, એ બે અંગો ખેદ વિના સરળતાથી જિનેશ્વર પ્રભુને ઊભા રહેવાના મજબૂત પગ-ઝાડનાં મૂળિયાંની જેમ સમજી લે. અથવા બીજા સત્રકતાંગ અંગમાં આત્મ સત્તા વિષે વિવેચન કરાયેલ છે. તે સાંખ્ય અને યોગ સાથે મળતું છે. તે ખેદ વિના સહેલાઈથી સમજી શકશો.