SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ નાથમાંના નમિ શબ્દની શ્લેષથી સાર્થકતા સૂચવી છે. તથા પતંગન્યાસની ધ્યાનની રીત પણ સૂચવી જણાય છે. એમ કરીને આખા સ્તવનના ભાવનું પહેલી જ ગાથામાં બીજ રૂપ ટૂંકામાં સૂચન પણ કરી દીધેલું જણાય છે. જિન-સુર–પાદ-૫-પાય વખાણું . સાંખ્યા જેગ; દોય ભેદે રે આતમ-સત્તા-વિવરણ કરતાં લહા દુગ–અંગ અ–ખેદે. રે ષડૂ૦ ૨ [જિન-સુરપાદ-૫–પાય જિનેશ્વરરૂપી કલ્પવૃક્ષના પગ. વખાણું વર્ણવું, સાંખ્ય સાંખ્ય દર્શન, જેગોગ દર્શન. આતમ-સત્તા-વિવરણ–આત્મા હવા ન હોવાનું વિવેચન. દગ–અંગ-બે અંગે અથવા બીજા સૂત્રકૃતાંગમાં લહે=જાણી શકશે. અમે કંટાળા વિના, સરળતાથી.] આભાની વિદ્યમાનતા વિષે વિવરણ કરનારા, સાંખ્ય દર્શન અને વેગ દર્શનઃ દર્શનના એ બે ભેદને જિનેશ્વર રૂપી કલ્પ વૃક્ષના બે પગ તરીકે વર્ણવાય છે. માટે, એ બે અંગો ખેદ વિના સરળતાથી જિનેશ્વર પ્રભુને ઊભા રહેવાના મજબૂત પગ-ઝાડનાં મૂળિયાંની જેમ સમજી લે. અથવા બીજા સત્રકતાંગ અંગમાં આત્મ સત્તા વિષે વિવેચન કરાયેલ છે. તે સાંખ્ય અને યોગ સાથે મળતું છે. તે ખેદ વિના સહેલાઈથી સમજી શકશો.
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy