________________
૧૪૮
કણે કેઈક ઠેકાણે. હઠ=આગ્રહ, દબાણ, હટકુ=અટકાવું. વ્યાલ સર્ષ–સાપ. પરે પેઠે. વાંકુંઅવળું, વક, વિરુદ્ધ ]
આગમધર મહાજ્ઞાની પુરુષોને હાથે આગમની મદદથી પણ તે કઈ રીતે અંકુશમાં આવી શકતું નથી. અને કદાચ કેઈક ઠેકાણે આગ્રહ પૂર્વક દબાણ કરીને તેને કયાંય જતું અટકાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવે, તો ત્યાં પણ સીધું ન રહેતાં, સાપની માફક તે આમતેમ વાંધું ચુંક થઈને પિતાની મરજી પ્રમાણે વતી લે છે, પણ અંકુશમાં આવતું નથી. ઉલટું કદાચ સાપની માફક વધુ ભયંકર બની જાય છે. એટલે આગમોને અભ્યાસ માત્ર કરવાથી કે મોટા આગમન ધર થવાથી પણ મને કાબુમાં આવી જાય, એમ કાંઈ નથી. ૪ જે “ઠગ કહું, તે ઠગતે ન દેખું.
શાહુકાર પણ નાહિં. “સર્વ માંહે, ને સહુથી અલગું.”
એ અચરિજ મનમાંહિ. હે ! કંઇ ૫ [ ઠગલુચ્ચ, છેતરનાર શાહુકાર સજજન, સાધુકાર. અલગું=જુદું, અચરિજ=આચર્ય. ]
જે તેને “ઠગ” કહું છું, તો તે ઠગ પણ દેખાતું નથી. તથા તેની કેટલીક રીતભાત ઉપરથી તે શાહુકાર પણ દેખાતું નથી. ટુંકામાં–તે “બધામાં માથું મારે છે, ને બધાથી જુદું રહે છે. મનની બાબતમાં આ મોટામાં મોટું આશ્ચર્ય