________________
૧૮૦
૨૦. શ્રી-મુનિ–સુવત-જિન–સ્તવન. જુદા જુદા દર્શનકરોની આત્માની માન્યતા પ્રમાણે મક્ષ અને બંધક ઘટી શકે નહીં. તે આત્મ-દ્રવ્ય કેવું માન્યું હોય, તો તેને મેક્ષ ઘટી શકે?
તે અને પરમાર્થિક આત્મતત્ત્વ " [ સવાસવદર્શિ થયા પછી નિર્મળ આત્માની મોક્ષ દશા કેવી રીતે ઘટી શકે? તે જુદા જુદા દર્શનની માન્યતા રજુ કરીને સમજાવેલ છે. કેમકે આત્માના સ્વરૂપ ઉપર જ બંધ અને મોક્ષ ઘટવાને આધાર છે. ] [રોગ-કાફી-“આઘા આમ પધારે પૂજ્ય” એ દેશી]
શ્રી–મુનિ–સુ-વત-જિન-રાજ!
એક મુજ વિનતિ નિસુણે. શ્રી મુ. “આતમ-
તત્વ કયું જાણું? જગત–ગુએ એહ વિચાર મુજ કહિયે. આતમ-તત્ત્વ જાણ્યા વિણ નિર્મળ
ચિત્ત-સમાધિ ન વિ લહિયે. શ્રી મુ. ૧ નિસુણે સાંભળો આતમ તત્ત્વ આત્મતત્વનું શુદ્ધ સ્વરૂપ. ચિત્ત-સમાધિ=મનમાં શાંતિ અથવા મનની શાંતિ. મોક્ષ અવસ્થા પણ સમાધિ કહેવાય છે. ]
હે મુનિ સુત્રતા જિનરાજ ! મારી એક વિજ્ઞપ્તિ આપ સાંભળે. હે જગદ્ગુરુ ! શુદ્ધ આત્મા તત્ત્વરૂપે કેવો છે ? અને