________________
૧૫૬ પરસમય સમજવા. સ્વાત્મા, તેને શુદ્ધ રવાભાવિક જ્ઞાનાદિક ગુણે, તે સર્વ સ્વસમય સમજવા. આથી આગળ વધીને આત્માને શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દષ્ટિથી અનુભવ કરે, તે સ્વ–સમય અને પિતાના આત્માને પણ પર્યાયાવિક નયની દષ્ટિથી અનુભવ કરે, તે પર સમય. અર્થાત્ પરની જરા પણ છાયા પડે, કે તેને પર-સમયને અનુભવ કહે. અને તે વિનાને શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી વ આત્માને શુદ્ધ આત્મ અનુભવ, તે સ્વસમય જાણ. તારા નક્ષત્રઃ ગ્રહ: ચંદાની
નેતિ દિનેશ મોઝાર, રે દર્શનઃ જ્ઞાનઃ ચરણ થકી
શકિત નિજા-ડતમ-ધાર. રે ધ૦ ૩
[ તારા-ધવ વિગેરેના તારાઓ નક્ષત્રો-હીણી વિગેરે નક્ષત્રો. ગ્રહ = બુધ વિ. ૨હેચંદચંદ્રમા. જાતિ પ્રકાશ. દિનેશ–મેઝાર=સૂર્યની મધ્યે, સૂર્યમાં. નિજાતમ= પિતાને આત્મા જ છે. ધાર=માન, અથવા ધારણ કરે છે.]
: તારા, નક્ષત્ર, ગ્રહ અને ચંદ્રને પ્રકાશ જેમ સૂર્યમાં સમાય છે, તે જ પ્રમાણે દર્શન, જ્ઞાન, ચારિત્ર એ સર્વ શક્તિઓનો પણ પિતે આત્મા જ ધારક છે. તે સર્વ આત્મામાં જ સમાય છે. એટલે કે એ સમય એકજ આત્મા છે. એ કોઈ જુદા નથી.