________________
૧૯૩
બિચારા, ગરીબડા. કરસાવી શેષવી-સુકવી નાંખી, કૃશ કરી. ને-કષાય=એ હાસ્યાદિ છે, ક્રોધાદિક મુખ્ય કલાને મદદ કરનારા હોવાથી નેકષાય કહેવાય છે. શ્રેણિ=ગુણશ્રેણિ, ઉપશમ અને ક્ષપક શ્રેણિ. ક્રમસર ચરિત્ર મેહનીય કર્મ ખપાવવાને કાર્યક્રમ શરૂ કરે, તે ક્ષેપક શ્રેણિ અને ઉપશમાવવાનો કાર્યક્રમ શરૂ કરે, તે ઉપશમ શ્રેણિ ગજs. હાથી. ચઢતાં=શ્રેણિ શરૂ કરતાં, શ્રેણિરૂપી હાથી ઉપર ચડતા. શ્વાનતણું ગતિ કુતરાની ગતિ, કુતરાની પેઠે પૂછડી નમાવીને નાસવા માંડવું. ઝાલી=પકડી.] - ૬ થી ૧૧. હાસ્યઃ રતિઃ અરતિઃ શોક દુર્ગચ્છા અને ભય એ બાપડા છ ને-કષા–ને કૃષાવી નાંખ્યાબળા તેલ કરી નાંખ્યા, તેથી જ્યારે વળી આપ ક્ષપક શ્રેણિરૂપ હાથી, ઉપર ચડયા, એટલે તે તેઓને કુતરાની પેઠે પગ વચ્ચે પૂછડી ઘાલીને નાસવાની રીત પકડી લેવી પડી. જરાયે એકેય ઉભો રહેવા ન પામ્યો. બિચારા દુબળા થઈ ગયા અને છેવટે તેઓને ભૂંડે હાલે નાસવું પડયું. આમ જૂના સેવકે ઉપર હે ભગવંત! ગજબ તે ગુજરાય ?
- ૬. વિ. ૫૦ હાથી ઉપર ચડવાનું ભાગ્ય પ્રાપ્ત થાય પછી કુતરા કેણ રમાડે ?
૬ થી ૧૧ હાસ્ય: રતિઃ અરતિઃ શોક ભય અને દુગચ્છા: એ છ દોષ ગયા.