________________
૧૫૨
છે. મનને લગતી વાત ગમત સાથે જ્ઞાન આપે એવા સારા શબ્દો ને આ સ્તવન ચેર્યું છે. આ સ્તવમાં કાંઈક હાસ્ય રસની ઝળક છે.
ઉપશમ શ્રેણિ પર ચડેલા મહાત્માઓ પણ અગિયારમે ગુણસ્થાનકેથી પડે છે તેઓ અનુક્રમે અથવા એકી સાથે પડતા પડતા ચેાથે આવે છે, અને ત્યાંથી મિથ્યાત્વને ઉદય થાય તે સાસ્વાદન નામના બીજા ગુણઠાણે આવીને મિથ્યાત્વ ગુણસ્થાનક નામના ઠેઠ છેવટને નીચે પગથિયે પણ આવી પડે છે. ઠેઠ ઉપશમશ્રેણિથી અગિઆર ગુણઠાણા સુધી ચડેલા પાછા ઠેઠ પહેલે પગથિયે આવીને તદ્દન નીચે પાટલે આવી પડે છે. તદ્દન અવળે પાસે આવી જાય છે. જ્યાં ચંદ્રની પેટના હતી ત્યાં કાળી અંધારી રાત છવાઈ જાય છે, ને જ્યાં આત્મા આકાશમાં ઉડતે હતો, ત્યાં તે ઊંડા પાતાળમાં પેસી જાય છે.
મન એટલે મેહ સમજવાનો છે. મેહનીય કને વિલાસ કરવાનું મુખ્ય વાહન મન છે. એટલે તમામ મેહ. નીય કર્મનું પ્રતીક મનને બનાવીને તેને વશ કરવાની વાત કરી છે. નહીંતર મન તે પરમાણુઓનું બનેલું જડ છે, પણ મોહને લીધે, તે નાચે છે, ને આત્માને નચાવે છે.