________________
૧૦૧ ફેલાતાં. અંધકાર-પ્રતિષેધ=અંધકારને રહેવાની મનાઈ, અંધકારને નાશ. ]
આવા જિનેશ્વર દેવનાં સાક્ષાત–આત્મભાવનાથી– દર્શન–પરમાત્માના સાચા સ્વરૂપનો સાક્ષાત્કાર થાય, ત્યાર પછી, સંશય-શંકારૂપી વિદન–સાલ મનમાં જરા પણ ન રહી શકે. જેમ સૂર્યનાં જથાબંધ કિરણે ફેલાતાં જ અંધકાર નાસી જાય છે, તેમ બધાયે સંશયે નાશ પામી જાય છે. વિદ્ગો ઉપર વિજય મેળવાય છે. અને નિર્મળ સમ્યક્ત્વ તથા વિચિકિત્સા રહિત ધર્મ માર્ગમાં પ્રવૃત્તિ થાય છે – અમિય–ભરી મુરતિ રચી રે
ઉપમા ન ઘટે કેય. શાંત-સુધારસ ઝીલતી રે
નિરખત તૃપ્તિ ન હોય. વિ. દી. ૬
[ અમિય–ભરી અમૃતથી ભરેલી, શાંત-સુધા-રસ ઝીલતી-શાંત રસ રૂપી અમૃત રસમાં ન્હાતી, નિરખત=. જતાં. તૃપ્તિ=સંતેષ.].
હે પ્રભો ! તારી મૂર્તિ અમૃત રસથી ભરપૂર, એકદમ શાંતરસમાં ન્હાતી એવીતો રચી છે, કે–જેની સાથે જગતની કોઈપણ વસ્તુની ઉપમા જ ઘટાવી શકાતી નથી. અહાહા! તેને નિરખતાં નિરખતાં સતિષ જ થતો નથી. ધરપત જ થતી નથી.