________________
૧૩૪ अन्वय-व्यतिरेकाम्यामात्म-तत्व-विनिश्चयम् । नवभ्यो ऽपि हि तत्वेभ्यो कुर्यादेवं विचक्षणः॥
उ० श्रीय० म० ना अध्यात्म-सार. ११-११०
અર્થ: “નવતત્વની વિશ્વ વ્યવસ્થાની પદ્ધતિને આધારે વિચ ક્ષણ પુરુષે અન્વયઃ અને વ્યતિરેકઃ વડે કરીને આત્મતત્વને નિર્ણય કરવો જોઈએ. ” દુષ્ટ-જન-સંગતિ પરિહરી,
ભજે સુ-ગુ–સંતાન રે જોગ સામર્થ્ય ચિત્ત-ભાવ જે,
ધરે મુગતિ નિદાન. રે શાંતિ. ૮.
[દુષ્ટ-જન-સંગતિ આત્મ શાંતિથી વિપરીત આચાર વિચાર રૂપ દેવાળા માણસની સેબત. સુ-ગુરુ સંતાન =ઉત્તમ ગુરુ–પરંપરામાં આવેલા ગુરુ. જોગસામર્થ= સામર્થ્ય વેગ નામને યોગ. ચિત્ત-ભાવ આત્માને પરમ ભાવ. મુગતિ-નિદાન=મોક્ષનું ખાસ કારણ ]
શાસ્ત્રયોગની મદદથી જ આત્માથી જીવે આત્માનો નિશ્ચય કર્યો હોય છે, તે આગળ વધીને મોક્ષના ખાસ કારણભૂત સામર્થ્ય નામના આત્માના પરમ ભાવરૂપ શાંતિને આશ્રય લે છે, તે પહેલાં, ઉત્તમ ગુરુની મદદ તે લઈ ચૂકેલ હોય છે, અને તેમના સિવાય બીજા સર્વ દોષ યુત લેકેની સેબતને તેણે ત્યાગ કર્યો હોય છે, આ સામર્થ્ય યોગ મોક્ષનું ખાસ નિદાન કારણભૂત છે.