________________
૧૧૯ તેટલી પ્રીતિ કરવા જવા છતાં એક પક્ષી-એક તરફી પ્રીતિ શી રીતે નભી શકે? કેમકે ખરેખરો સંબંધ તો બેઉ મળે, તો જ બંધાઈ શકે છે.
ત્યારે રાગી છું, અને મેહમાં ફસેલે શું ? અને આપ તો વીતરાગ તથા નિબંધકર્મના બંધ રહિત-હોવાથી તેના કારણભૂત મોહ તો આપમાં હોય જ કયાંથી ? એટલે આપ તદ્દન સ્વતંત્ર છે. તેથી બન્નેયની પ્રીતિ શી રીતે બંધાય ? આ વાંધો ઉભો થાય છે.
આનું સમાધાન એમ થાય છે, કે–કાં તો આપે રાગી મેહી બનવું જોઈએ અગર તો મારે તે છોડવા જોઈએ, આપને તો એમ કરવાનું સેવકથી કેમ કહેવાય ? માટે, મારે જ આપના જેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. રાગ અને મેહની આસકિત ધર્મ સાથે પ્રીતિ થવા જ ન દે. તેથી રાગ અને મેહ જાય તો જ ધર્મ સાથે પ્રીતિ થાય, અને તો જ ભગવાન જેવા નિરાગી અને નિબંધ સાથે સંબંધ બાંધી સ્વતંત્ર થવાય. આ રીતે જ બન્નેયનો ખરેખર સાચો સાંધો-સંબંધ બંધાય. આ ભાવનું સૂચન પ્રભુ સાથેના ભકિત રસથી આ કડીમાં વર્ણવ્યું છે. ૫ પરમનિધાન પ્રગટ મુખ આગલે.
જગત ઉલ્લંધી હો જાય. જિનેશ્વર ! જ્યોતિ વિના જુઓ જગદીશની અધે અંધ પુલાય. જિનેશ્વર ! ધર્મ ૬