________________
૧૩૧ આ રીતે, શુદ્ધ ક્રિયા અને તેનાં તેવાજ અવિસંવાદી ફળો મળે, એટલે કે–પ્રથમની શુદ્ધ ક્રિયાનું જે ફળ મળે, તેને તેને આધારે આગળની શુદ્ધ ક્રિયા થાય, તેનું ફળ મળે, તેને આધારે નવી શુદ્ધ ક્રિયા થાય, એમ ઠેઠ સુધીનું ફળ મળી જ જાય. ૬
આ પ્રથમની ક્રિયા અને તેનું ફળ પછીની ક્રિયા અને ફળઃ આમ કાર્ય-કારણ સંબંધનો વિચાર નયવાદની મદદ સિવાય કરી શકાય તેમ નથી. | નયવાદની વ્યવસ્થાની ખરી જરૂર આ સ્થળે જ પડે છે. ચોથા ગુણઠાણાથી કે આદિ ધાર્મિકથી માંડીને ઠેઠ મેક્ષ સુધીના અનેક અનુષ્ઠાન અને વિકાસ માર્ગે જુદા જુદી પાત્ર છોરૂપી જુદા જુદા તથા પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાળઃ અને ભાવ ને ઉદ્દેશીને અસંખ્ય છે, તેની સ્પષ્ટ સમજુતી નથવાદની મદદ સિવાય આપી શકાય તેમ નથી. એટલે આ પ્રસંગ ગમાં જ જૈન શાસ્ત્રોકત સઘળા નયવાદનો ખરેખર ઉપયોગ થાય છે. નયવાદનું મુખ્ય પ્રયોજન પણ તે જ–આત્મવિકાસની વિવિધતાની સમજ–છે. કેમકે–મોક્ષની સાધના કરવાના વિવિધ સંબંધની સમજુતિ તે વિના થઈ શકે તેમ નથી. આ ફળાવંચક યોગ મોક્ષનું મોટામાં મોટું સાધન છે. અથવા મોક્ષ રૂપજ છે. જેમ જેમ ઉત્તરોત્તર ફળ મળતું જાય, તેમ તેમ ઉત્તરોત્તર આગળના પ્રયત્નો ઠેઠ મક્ષ રૂપ ફળ મળતાં સુધી વિકસતા જાય.