________________
૧૦૮ “વચન-નિરપેક્ષ-વ્યવહાર સંસાર-ફલ” ,
સાંભળી, આદરી કાંઈ રાચો. ઘા. ૪ T વચન-નિરપેક્ષ આગમની આજ્ઞાને ન અનુસરતે. વ્યવહાર=વ્યવહાર ધર્મ, વચન-સાપેક્ષ આગમની આને અનુસરત. સંસાર-ફી=સંસારફળવાળો. રાચે= આનંદમાં આવે, ખુશી થાઓ. આત્મ વિકાસ પ્રાપ્ત કરી આનંદ પામે. ].
૫. આગમની આજ્ઞા સાથે સંબંધ ન ધરાવતા હોય, તેવો વ્યવહાર ધર્મમાર્ગ ગમે તે ઉંચો દેખાતો હોય તો પણ તે જુઠે છે. અને આગમનાં વચન સાથે સંબંધ ધરાવતો વ્યવહાર થોડો હોય, તો પણ તે સાચે છે. આગમનાં વચનો સાથે સંબંધ ન ધરાવતો વ્યવહાર સંસારમાં રખડવા રૂપસંસાર રૂ૫–ફળ આપે છે. પરંતુ મોક્ષરૂપ ફળ ન આપતાં, ઉલટ તેનાથી આત્માને દૂર લઈ જાય છે. માટે આગમ-વચન સાંભળી તેનો આદર કરે, તે પ્રમાણે જીવનમાં–આચારમાં વર્તવું, અને પછી આત્મવિકાસમાં પ્રગતિ કરી આનંદ પામે. એકાંત વ્યવહારમાં કે એકાંત નિશ્ચયમાં, અથવા વચન નિરપેક્ષએ બનેયમાં જેમને આગ્રહ બંધાયો હોય છે, તેઓ પણ આ રીતે સેવાનો માર્ગ ચૂકી જાય છે. માટે જિનવચન વિધિપૂર્વક સાંભળવા સમજવા અને તેને આદર કરવામાં ખાસ ભાર મૂક્યો છે. કેમકે–પ્રમાદશામાં તેના તરફને આદરજ આધારરૂપ બની શકે છે. ૪