________________
૧૦૨
આ કડીમાં ગોઠવાયેલા એકેએક શબ્દ ભકત હૃદયને હચમચાવવાને પૂરેપૂરો સમર્થ છે. તેમાંયે નિરખતઃ અને તૃપ્તિ એ બે શબ્દો બોલતાં તો હૃદય ઉછળ્યા વિના રહે જ નહીં. એવી ખુબીથી શબ્દો વાપર્યા છે, અને શબ્દો પણ બરાબર કવિને મળી ગયા છે !! એ જ ખુબી છે. ૬
એક-અરજ સેવકતણી રે, અવઘારો જિન-દેવી કૃપા કરી મુજ દીજિયે રે, આનંદઘન-પદ સેવવિ. ૭
[ અરજ=વિજ્ઞપ્તિ અવધારો સાંભળો, સ્વીકારો. આનંદ-ઘન-પદ-સેવ=આપ પરમાત્માપદની સેવા, એક્ષ- . પદની સેવા, પ્રાપ્તિ. ]
પરંતુ, હે જિનેશ્વરદેવ! આ સેવકની અરજ આપ જરા વીકારેને ! કે–“કૃપા કરીને મને આનંદઘન એવા આપ પરમાત્માના ચરણની-મોક્ષપદની સેવા આપો....૭ | ભાવાર્થ –સમ્યગ શિન પ્રાપ્ત થયું. પ્રભુની દ્રવ્ય પૂજા કરવાની તક પ્રાપ્ત થઈ, શ્રત સામાચિકની મદદથી સ્યાદવાદ સિદ્ધાંતને રસ ચાખવા મળે, દેશ-વિરતિ અને સર્વ વિરતિ રૂપ ત્યાગમય ભાવ અધ્યાત્મમાં પ્રગતિ થઈ, અને શ્રમણભાવ માં –આત્મ પદાર્થનું પણ સવરૂપજ્ઞાન થયું. ૭ માં સ્તવનમાં પરમાત્માને અનેક નામે ભજ્યા હતા, તે પરમાત્મ-ભાવની નજીક આવતાં આ સ્તવનમાં, પરમાત્મા પ્રત્યે પૂરતો ઉમળકે વ્યકત થાય છે. બીજી ગાથામાં– લક્ષ્મીજી કમળમાંથી કેમ ચાલી ગઈ? અને પ્રભુના ચ