________________
૮૩
મંડી પડો–મચી પડે. ભાવ-અધ્યાત્માભાસની પાછળ પડવાનું નથી. પરંતુ આત્માના ગુણોને વધારે, તે સાચું ભાવ અધ્યાત્મ છે. તેની પાછળ જરૂર પડો.
નામ–અધ્યાત્મ સ્થાપના-અધ્યાત્મ અને દ્રવ્ય અધ્યાત્મઃ એ ત્રણેય ભાવ-અધ્યાત્મના કારણ છે-તેમાં મદદગાર છે. પણ તે સર્વની મદદ લઈને સાધવાનું તો છેવટે ભાવ-અધ્યાત્મ જ હોય છે. ભાવ-અધ્યાત્મના લક્ષ્ય વિના એકલા નામાદિકને વળગી રહેવાથી ખાસ ફાયદો થતો જ નથી. આખર તો તે છેડી દેવાના જ હોય છે. માટે, ભાવ-અધ્યાત્મના લક્ષ્યને ધ્યાનમાં રાખીને તેને પ્રાપ્ત કરવા માટે તેની સાધના પાછળ લાગી પડવું જોઈએ.
ભાવ-અધ્યાત્મના પણ ચડતા ઉતરતા ઘણા દરજજા હોય છે. ઉચ્ચ ઉચ્ચ દરજજા પર ગયા પછી નીચે નીચેના દરજજા છોડી દેવાના હોય છે. ઉંચે ઉંચે દરજજો પ્રાપ્ત ન થયો હોય, ત્યાં સુધી તેની પહેલાના દરજજાને ઉો દરજજો પ્રાપ્ત કરવા દઢ રીતે આરાધવાને-સાધવાનો હોય છે. ભાવ અધ્યાત્મની ભ્રમણામાં ન પડી જવાય, તેની સાવચેતી માટે “નિજ ગુણ સાધે, તો.” એ શબ્દો ખાસ મૂક્યા છે. ૪ શબ્દ-અધ્યાતમ અર્થ સુણીને,
નિર્વિકલ્પ આદરજે રે શબ્દ-અધ્યાતમ ભજના જાણી,
હાન-ગ્રહણ–મતિ ધરજે. રે શ્રી શ્રેય