________________
૯૪
છે, તેઓએ આત્મ દ્રવ્યનું, તેના ગુણુ અને પર્યાયનું સ્વરૂપ ખૂબ વિસ્તારથી જુદા જુદા નયની અપેક્ષાએ દર્શાવેલ છે, તે જાણવું જોઈએ. આ વાતની મજબૂત સૂચના આ સ્તવનમાંથી મળે છે. તેા જ વસ્તુ ગતે વસ્તુના પ્રકાશ *રી શકાય–સમજી શકાય–સમજાવી શકાય અને અધ્યાત્મ મામાં પ્રગતિ કરી શકાય.
સ્યાદ્વાદની મદદ વિના, નિશ્ચય અને વ્યવહારને લગતી સમજ: અને આચરણામાં ઘટતા આશ્રયઃ એ બે લઈ શકાય નહીં. એટલા માટે શ્રી શીતળનાથ પ્રભુના સ્તવનમાં સ્યાદ્વાદથી અનેક વિધ ત્રિભંગી સમજાવી અતાવી. અધ્યાત્મનું સ્વરૂપ સમજાવ્યું. અને તે પ્રસંગને અનુસરીને આ સ્તવનમાં આત્માના કેટલાક પ્રસિદ્ધ ગુણેા અતાવીને તેનું સ્વરૂપ સમજાવ્યું છે.
૧. પાંચમા સ્તવનમાં–ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ પ્રાથ મિક જીવને સમકિત પ્રાપ્ત થતાં પહેલાં પરમાત્મા શું ? અને પરમાત્મા થવાને અંતરાત્મ-ભાવ પ્રાપ્ત કરવા જોઇએ. અને અહિરાત્મ ભાવના ત્યાગ કરવાથી અંતરાત્મા થવાય. આમ પ્રાથમિક જીજ્ઞાસા શાંત કરવા વિકાસની શકયતા સક્ષેપમાં સમજાવી.
૨. ૧૧મા સ્તવનમાં—‘ અંતરાત્મપણાના વિકાસ અધ્યાક્ર્મની મદદથી થાય છે.” તે બતાવેલ છે.
૩. ૧૨માં સ્તવનમાં-આત્મા પદાર્થ : આત્મ દ્રવ્ય : તેનું સ્વરૂપ બતાવ્યું છે. આત્મા પદાર્થનું સ્વરૂપ સામાન્ય રીતે