________________
જીવ પરિણામી કર્તા છે. પરિણામી કર્તાના જ પરિણામો જીવથી કરાય છે, તે કર્મ છે. માટે જીવ કમ પણ-કર્મરૂપ પણ-કહેવાય છે. પોતાનાં પરિણામો–પર્યા પ્રમાણે પરિણામ પામતો હોવાથી, પોતાના અનેક પરિણામોને લીધેયવાદની ચોકકસ અપેક્ષાઓને અનુસરીને, એક નર ને–આત્માને અનેક રૂપે પણ કહી શકાય છે. પોતે એક છે, છતાં અનેક પરિણામોમય–અનેક ગુણમય–હોવાથી અનેક પણ કહી શકાય છે.
દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આત્મદ્રવ્ય એક જ હોય છે. તેથી તે એક કહેવાય છે. પર્યાયાર્થિક નયની અપેક્ષાએ એકજ આત્માના અનંત પર્યાયે થતાં હોવાથી, એક જ આત્મા અનેક પણ કહેવાય છે. અથવા સંગ્રહ નયની અપેક્ષાએ સઘળા આત્માઓ એક આત્મારૂપે પણ કહેવાય છે. અને વ્યવહાર નયની અપેક્ષાએ દરેક આત્મા અલગ અલગ હેવાથી અનેક પણ કહેવાય છે. પોતાના સર્વ ગુણનો ઉત્પાદક હોવાથી આત્મા–નર પણ કહેવાય છે. અને તેથી, આત્મા જ નારાયણ પણ કહેવાય છે. ૩ દુઃખ-સુખ-રૂપ–કર્મ–ફલ જાણે.
નિશ્ચય એક આનંદ. રે “ચેતનતા–પરિણામ ન ચુકે
ચેતન” કહે જિનચંદો રે વાસુ. ૪