________________
હ૫ ગુણ આત્મા કરતાં જુદા રહેતા નથી. તેથી આત્મા કરતાં શકિત પદાર્થ જુદો નથી.
પ્રત્યેક આત્મા વ્યક્તિ રૂપે છે છતાં એકાંત એમ જ નથી. સઘળા પદાર્થોની સાથે સામાન્યતા પણ આત્મામાં છે. એટલે “વ્યક્તિ રૂપે જ છે.” એમ પણ નથી.
આત્માના સઘળા ગુણો સંપૂર્ણ ખીલવેલા હોવાથી ત્રણ ભુવનના જીવોને પૂજ્ય છે. છતાં અભવ્ય તથા મિથ્યાત્વિ જીવો પૂજ્ય માનતા નથી. સિદ્ધના જીવો પણ સૌ પરસ્પર સમાન છે. તેમની વચ્ચે પૂજ્ય પૂજક ભાવ નથી. માટે ત્રિભુવનપ્રભુતા રહિત. નિર્ચથતા રહિત એટલે સાધુને વેશ ધારણ કરીને કાયમ ફરતા નથી અથવા રમુણેમાં રમતા રૂપી ગાંઠ તો પ્રભુને પણ છે. માટે નિર્ગથતા રહિત છે.
મન વચન કાયાના યોગ રહિત થએલા હોવાથી યોગ રહિત અને દુનિયાદારીના બાહ્ય ભોગોને ત્યાગ કરેલ હોવાથી ભોગ રહિત.
જગતમાં જે છે તેના કરતાં કાંઈપણ નવી વાત કહેનારા ન હોવાથી વક્તાપણા રહિત છે, અને તીર્થકર નામકર્મના યોગે દેશના આપતા હોવાથી મૌન રહિત પણ છે.
જ્ઞાન અને દર્શન એ બેના ઉપયોગ મૂકવાની શકિત. હેવાથી અનુપયોગ રહિત એટલે કે ઉપગ શકિત સહિત ઉપગ મૂકવાની શકિત છતાં ઉપયોગમય પરમાત્મા છે. તેમને