________________
૬૯ પણ છે. પ્રતિપત્તિ પૂજા તે બહુ જ ઉંચા પ્રકારની છે. ભાવપૂજા પણ અનેક પ્રકારની કહી છે. તે પણ સંવર અને નિર્જરાને હેતુ બને છે.
એટલે પ્રભુની પૂજાથી પુણ્ય બંધાય છે. સંવર થાય છે. નિર્જરા પણ થાય છે અને અંતે મોક્ષ પણ મળે છે. કેમકે–દેવઃ ગુરૂઃ અને ધર્મ એ ત્રણ તત્ત્વમાં દેવ એ પ્રધાન તત્વ છે. બીજા બેને સંભવ અને આધાર પણ એ તત્ત્વ ઉપર જ છે. હરપ્રકારે દેવતની આરાધના એ પણ ધમને એક ઉરચ પ્રકાર છે. પ્રતિમા–પૂજા વિરૂદ્ધ પ્રચાર કે ભાષા બોલવી તે દેવ તત્ત્વની મહા આશાતના ' છે.-મહા વિરાધના છે. આ વાત સૂફમબુદ્ધિગમ્ય છે.
સંઘ (શ્વેતામ્બર મૂ)નું માન્ય શાસ્ત્રોક્ત જિન પૂજાને વિધિ જે તત્વજ્ઞાનના મહત્વના સિદ્ધાંતને આધારે સાંગોપાંગ છે. તીર્થંકર પરમાત્માના ત્રણ કાળના સર્વ ક્ષેત્રોના ચાર નિક્ષેપા. તેમને લકત્તર વિશ્વોપકાર, તેમની ત્રિભુવન પૂજ્યતાઃ પ્રીતિ અનુષ્ઠાનને યોગ્ય જીવોથી માંડીને ઠેઠ, અસંગ અનુષ્ઠાન સુધીના છાની પાત્રતા અનુસાર પૂજા ભક્તિના વિવિધ પ્રકારઃ તીર્થંકર પરમાત્માના પાંચ કલ્યાણકોની અપેક્ષાએ સર્વ અવસ્થાઓની પૂજ્યતા. ભક્તિ ભર ચિત્તથી ત્રણ ભુવનની સિદ્ધિના સમર્પણની પણ ન્યૂનતા પ્રભુ ભક્તિના સેંકડે પ્રકારો અને તેની વિધિઓ સર્વ દ્રવ્ય ક્ષેત્ર, કાળ ભાવ અને પાત્રની અપેક્ષાએ સંગત અને વ્યવસ્થિત છે.